News of Tuesday, 3rd November 2026
કોઠારીયા ચોકડી પાસે કારમાંથી અફીણ સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ, તા.૩: શહેરની કોઠારિયા ચોકડી પાસે કારમાંથી રૂ.૭.૮૨ લાખના અફીણ સાથે પકડાયેલા પેડલર ઈંદુ ભૂંડિયાને અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં નસીલા પદાર્થને હેરાફેરી થતી હોવાની એસઓજીને રે સ્ટાફ દ્વારા કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી બાજુ નિલકંઠ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી ત્યારે સણોસરા ગામનો ઇંદુભાઈ જીવાભાઈ ભુંડીયા નામનો શખ્સ જીજે.૦૩.પીજે.૬૯૦૪ નંબરની કારમાં આવતો હોવાની મળેલી બાતમીના આધારે કારને અટકાવી એસઓજીની ટીમે કારમાં તલાસી લેતાં તેમાંથી રૂ.૭.૮૨ લાખનું ૧.૫૬૫ કી.ગ્રા અફીણ મળી આવતાં અફીણ અને કાર સહિત કુલ રૂ.૯.૪૨ લાખનો મુદામાલ કબ્જે કરી ઇંદુ જીવા ભુંડીયા ધરપકડ કરી હતી.
ત્યારબાદ પકડાયેલ શખ્સ વાંકાનેરના ઘનશ્યામ માલણ નામના સપ્લાયર પાસેથી અફીણનો જથ્થો લઈ આવતો હતો અને અહીં રાજકોટમાં તે છૂટક ૫૦ ગ્રામની પડીકી બનાવી છેલ્લા છ મહિનાથી વેંપલો કરતો હતો. તપાસ પૂર્ણ થયા બાદ ઇંદુ જીવા ભુંડીયા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તપાસના અંતે આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા વિસ્તળત ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવેલ.
ત્યારબાદ જેલમાં રહેલ ઇન્દુ ભુંડીયાએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ.કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જે જામીનઅરજી ચાલી જતા પોલીસ દ્વારા જામીન અરજીનો વિરોધ કરવા અભિપ્રાય રજુ કરેલ અને જામીન મંજુર નહી કરવા રજુઆત કરેલ જેથી ઉભયપક્ષોની રજુઆતો સાંભળી આરોપી તરફે થયેલ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોના રજુ કરવામાં આવેલ ચુકાદાઓને ધ્યાને લઇ કોર્ટ દ્વારા અફીણનાં જથ્થા સાથે પકડાયેલ આરોપી ઇન્દુભાઇ જીવાભાઈ ભુંડીયાની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે.
આરોપી ઇન્દુ ભુંડીયા તરફે રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, યુવરાજસિંહ ગોહિલ અને પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા.
(3:01 PM IST)










