તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Friday, 6th November 2026
દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખજોઃ ફાયર બ્રિગેડની અપીલ
આગ-અકસ્માતના સમયે ફાયર વિભાગના નંબરો જાહેર

રાજકોટ તા.૬: દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ શહેરના નાગરિકો દ્વારા ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ દરમિયાન આગ લાગવાના બનાવો, દાઝી જવાના બનાવો તથા જાનમાલને નુકસાન થવાની શકયતાઓ રહેલી હોય છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા જાહેર જનતાને નીચે મુજબની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
ફાયર વિભાગને ૧. ફટાકડા હંમેશા ખુલ્લી અને સલામત જગ્યાએ જ ફોડવા. ૨. ફટાકડા ફોડતી વખતે બાળકોની સાથે વડીલોની હાજરી રાખવી., ૩. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાં પહેરવા તથા ઢીલાં અને સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું. ૪. ફટાકડા ફોડવા માટે લાંબી અગરબત્તી અથવા સુરક્ષિત સાધનનો ઉપયોગ કરવો. ૫.ફટાકડા ફોડતી વખતે પાણી ભરેલી ડોલ તથા રેતીની વ્યવસ્થા રાખવા સહિના સૂચનો કર્યા છે.
આગ અકસ્માતના સમયે
આ નંબર ઉપર સંપર્ક કવો
દિવાળી દરમિયાન આગ-અકસ્માતના સમયે ICCC કન્ટ્રોલ રૂમ ૧૦૧ / ૧૦૨ (૦૨૮૧ - ૨૩૩૧૧૦૧/ ૨/૩/૪/૫/૬) ૯૪૨૯૯ ૦૩૨૬૧, કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન ૦૨૮૧ - ૨૨૨૭૨૨૨ /૨૨૩૬૧૮૩, નાગરીક બેન્ક ફાયર સ્ટેશન ૯૯૦૯૦ ૨૭૧૦૧, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ૦૨૮૧ - ૨૫૮૫૭૭૧, બેડીપરા ફાયર સ્ટેશન ૯૪૨૬૦ ૨૦૭૨૪, કોઠારીયા રોડ ફાયર સ્ટેશન ૦૨૮૧-૨૩૬૫૪૪૪, મવડી ફાયર સ્ટેશન ૦૨૮૧-૨૩૭૪૭૭૪, રામદેવપીર ફાયર સ્ટેશન ૦૨૮૧ - ૨૫૭૪૭૭૩, રેલનગર ફાયર સ્ટેશન ૦૨૮૧ -૨૪૫૧૧૦૧ તથા ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ૯૪૮૪૫ ૩૬૭૧૭.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે દિવાળીના તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરો, પરંતુ સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપો. બાળકોને ફટાકડા ફોડતી વખતે એકલા ન છોડો અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા જનહિતાર્થે જાહેર અપીલ કરવામાં આવી છે
(3:15 PM IST)










