<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ

પાંચ દિવસ સુધી મીઠા (નમક) વગરનું ભોજન અને ફરાળ ગ્રહણ કરીને થતા નાની બાળાઓના મોળાકત વ્રતનો આજથી પ્રારંભ થયો છે. નાની બાળાઓ નવા વસ્‍ત્ર ધારણ કરીને મંદીરે જાય છે. જ્‍વારાનું પૂજન કરે છે. પાંચમાં દિવસે રાત્રીના ૧૨ વાગ્‍યા સુધીનું જાગરણ કરીને વ્રતને પૂર્ણ કરે છે. મોળાકત વ્રતથી જ આમ તો શ્રાવણ માસના તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે. આજે અગીયારસથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો હોય નાની બાળાઓ દ્વારા વ્રત પૂજન થતુ તસ્‍વીરમાં નિહાળી શકાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:40 AM IST)