<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવી ધામધૂમથી ધ્‍વજાજી ચડાવતા ભાનુબેન બાબરીયાઃ સન્‍ડે સ્‍ટાર પણ જોડાયુ

 

રાજકોટઃ રાજકોટના ધારાસભ્‍ય શ્રી ભાનુબેન બાબરીયા, મનહરભાઇ બાબરીયા તથા પરિવારજનો- સંબંધીઓએ ગઇકાલે રવિવારે  દેશનું પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ દાદાના ચરણે શીશ નમાવી, ભાવ ભકિતપૂર્વક પુજન- અર્ચન કરી, ધામધૂમથી સોમનાથ દાદાને ધ્‍વજાજી ચડાવવાનો લહાવો લીધો હતો, આ ધાર્મિક પ્રસંગમાં રાજકોટથી દીવ અને દીવથી સોમનાથના પ્રવાસે ગયેલ સન્‍ડે સ્‍ટાર ક્રિકેટ કલબ જોડાઇ હતી, સન્‍ડે સ્‍ટારના અરૂણ દવે, રમેશમામા તથા અન્‍ય મેમ્‍બરોએ ધ્‍વજાજીને શીર પર ચડાવી- પુજન અર્ચન કર્યા હતા, જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:37 PM IST)