News of Tuesday, 5th May 2026
આરપીએફ રાજકોટ ડિવિઝનની મોટી સફળતાઃ એપ્રિલ માસમાં મુસાફરોનો રૂા.૫.૩૮ લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો
ચેન પુલિંગના કિસ્સામાં ૨૩ અને રેલવે મિલકતની ચોરીના કિસ્સામાં ૦૪ આરોપીઓ સામે કાર્યવાહી

રાજકોટ, તા. પ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનનું રેલવે સુરક્ષા દળ (RPF) કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત મજબૂતીથી નિભાવી રહ્યું છે.
સેવા હી સંકલ્પના મૂળ મંત્ર સાથે, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતળત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર (રાજકોટ) શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ઉત્કળષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન આરપીએફ દ્વારા રેલવે પરિસર, મુસાફરો અને રેલવે મિલકતની સુરક્ષા સુનિヘતિ કરવા માટે વિવિધ અભિયાનો દ્વારા નીચે મુજબની સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છેઃ
ઓપરેશન અમાનતઃ પોતાની કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપતા આરપીએફ દ્વારા સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનના કુલ ૧૯ કિસ્સાઓમાં અંદાજે રૂા.૫,૩૮,૬૯૯ ની કિંમતની મિલકત શોધી કાઢી તેના અસલી માલિકોને સુરક્ષિત રીતે પરત કરવામાં આવી હતી.
ઓપરેશન નન્હે ફરિશ્તેઃ આ અભિયાન અંતર્ગત એક બાળકનું રેસ્કયુ કરી તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
ઓપરેશન યાત્રી સુરક્ષાઃ મુસાફરોના સામાનની ચોરીના ૦૩ કિસ્સાઓમાં કાર્યવાહી કરીને ૦૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા.
ઓપરેશન ઉપલબ્ધઃ ટિકિટના કાળાબજાર વિરુદ્ધ કાર્યવાહી કરતા આરપીએફ દ્વારા ૦૧ આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઓપરેશન રેલ સુરક્ષાઃ રેલવે મિલકતની ચોરીના કેસમાં સંડોવાયેલા ૦૪ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન સમય પાલનઃ ટ્રેનોના સમયસર સંચાલનમાં અવરોધ ઉભો કરનારા તત્વો સામે કાર્યવાહી કરતા એલાર્મ ચેન પુલિંગ (ACP) ના ૨૭ કેસ નોંધવામાં આવ્યા હતા અને ૨૩ આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન જનજાગરણઃ મુસાફરો અને સામાન્ય જનતાને જાગળત કરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
બેનરો, પીએ સિસ્ટમ દ્વારા જાહેરાતો અને ગ્રામ સરપંચો/અગ્રણીઓ સાથે બેઠકો યોજીને રેલવે ટ્રેક ઓળંગવો નહીં, પથ્થરમારો ટાળવો, નશાયુક્ત પદાર્થોનું સેવન, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર જાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ઙ્કમુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન સંપૂર્ણ સતર્કતા સાથે કાર્ય કરીને સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વસનીય રેલ મુસાફરી સુનિヘતિ કરવા માટે કટિબદ્ધ છે.
(2:00 PM IST)










