News of Monday, 2nd November 2026
બાબરાના અમરવાલપરમાં ખુંટીયો આડે આવતાં બાઇકચાલક મજૂર શૈલેષભાઇને ગંભીર ઇજા
રાજકોટ સારવારમાં: સાથેના તેના દિકરા સહિત બેનો નજીવી ઇજા સાથે બચાવ

રાજકોટ તા. ૨: બાબરાના અમરવાલપુર ગામે બાઇક આડે ખુંટીયો આવી જતાં બાઇક સ્લીપ થઇ ફંગોળાઇ જતાં તેના ચાલક અમરવાલપુરમાં રહેતાં શૈલષેભાઇ નેવલાભાઇ રાઠવા (ઉ.વ.૩૫)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી.
શૈલેષભાઇ મુળ છોટાઉદેપુરના વતની છે. હાલ અમરવાલપર ગામે ભાગમાં ખેતર રાખી મજૂરી કરે છે. તે હોન્ડામાં અનાજનો ડબ્બો રાખી પોતાના નાના દિકરા સહિત બે જણાને બેસાડી દરણુ દળાવવા માટે જતાં હતાં ત્યારે ગામમાં જ અચાનક રોડ પર ખુંટીયો દોડી આવતાં બાઇક સ્લીપ થઇ જતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતાં. જેમાં તેના દિકરા સહિત બે જણાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્યારે શૈલેષભાઇને માથા, મોઢા, શરીરે ગંભીર ઇજાથો તાં સારવાર માટે બાબરા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
(11:50 AM IST)










