News of Tuesday, 28th April 2026
ભાજપે ૯ વકીલોને ટીકીટ આપીઃ તમામની
જીત થતા લીગલ સેલ ખુશખુશાલ એડવોકેટ દિપકભાઇ દવે તથા ધારાશાસ્ત્રી કિરીટ ગોહેલના ધર્મપત્નીની પણ જીત થતા ખુશી બેવડાઇ ભાજપ મવડી મંડળનો આભાર વ્યકત કરતા અનિલભાઇ દેસાઇ, પીપુષભાઇ શાહ તથા કમલેશભાઇ ડોડીયા

રાજકોટ, તા. ર૮: ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ તથા રાજકોટ લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયાએ યાદીમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તેમજ વિવિધ જ્ઞાતિ સમુદાયના અગ્રણીઓને ઉમેદવાર તરીકે પસંદ કરી સર્વક્ષેત્રીય; સર્વસમાવેશક સર્વ સમાજની લાગણી અને આંકાક્ષાઓનો પ્રતિબિંબ પાડેલ છે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડેલ ઉમેદવાર ની યાદી મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના એડવોકેટ યાદીમાં નોંધાયેલ ડો. પ્રદીપભાઈ ડવ, ડો. પરેશભાઈ ઠાકર, રક્ષિતભાઈ કલોલા, મનીષભાઈ ભટ્ટ, કિશનભાઈ ટીલવા, ઘનશ્યામભાઈ હેરભા, જયરાજસિંજી જાડેજા તથા કૌશિકભાઈ ટાંક ને ટીકીટ આપી હતી. જે તમામ વિજેતા બન્યા છે.
આ ઉપરાંત શ્રીમતી અલ્પાબેન દવે તે રાજકોટ ના એડવોકેટ દિપકભાઇ દવેના પત્ની તેમજ આ વોર્ડના જનસંઘના સમયના વરિષ્ટ અગ્રણી સ્વ. જ્યેન્દ્રભાઈ ગોહેલના પુત્રવધૂ અને એડવોકેટ કિરીટભાઈ ગોહેલ ના પત્નીશ્રીમતિ ખ્યાતિબેન ગોહેલ વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા હતા આ તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનેલા છે.ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ રાજકોટ શહેર ભાજપના લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ તથા સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયાએ રાજકોટ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વધુમાં વધુ એડવોકેટ ને ટીકીટ ફાળવવામાં આવતા અને તમામ એડવોકેટશ્રીઓનો વિજય થતા વકીલ સમુદાયમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે.ભાજપના લીગલ સેલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવભાઈ દવે, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, ભાનુબેન બાબરીયા સહિતના સૌ અગ્રણીઓ અને રાજકોટ શહેરના મતદારોનો જાહેર આભાર વ્યકત કરેલ છે.
(5:23 PM IST)










