<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સ્‍વ.વિજયસિંહ જાડેજાની કાલે જન્‍મજયંતિઃ ઓમવાલ કંટ્રોલ્‍સ પ્રા.લિ.દ્વારા રક્‍તદાન કેમ્‍પ

સદભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા દરેક રકતદાતાના નામનું વૃક્ષ વાવવામાં આવશે

રાજકોટઃ ઓમવાલ કંટ્રોલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કંપનીના આદ્ય સ્‍થાપક સ્‍વ. વિજયસિંહ તખતસિંહજી જાડેજાની જન્‍મજયંતિ નિમિત્તે આગામી તા. ૧૪, મંગળવારના રોજ એક ભવ્‍ય મેગા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રક્‍તદાન કેમ્‍પ સવારે ૦૮ વાગ્‍યાથી સાંજના ૦૪ સુધી કંપનીના સરનામે (ગેટ નં. ૨, ગુજરાત ગેસની સામે, મેટોડા જી.આઈ.ડી.સી., કાલાવડ રોડ, રાજકોટ) યોજાશે.

આ કેમ્‍પની એક વિશેષતા એ રહેશે કે રક્‍તદાન કરનાર દરેક રક્‍તદાતાના નામનું એક વળક્ષ ‘સદભાવના વળદ્ધાશ્રમ' દ્વારા વાવવામાં આવશે. એટલું જ નહીં, રક્‍તદાતા દ્વારા રોપાયેલા આ વળક્ષનો ફોટો પણ ખાસ કરીને તે રક્‍તદાતાને મોકલવામાં આવશે, જેથી તેઓ પર્યાવરણ પ્રત્‍યેના પોતાના આ યોગદાનને જોઈ શકે. દરેક રક્‍તદાતાને કંપની તરફથી મોમેન્‍ટો (શીલ્‍ડ) અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્‍માનિત કરવામાં આવશે.

સ્‍વ. વિજયસિંહ તખતસિંહજી જાડેજા આમ આદમી પાર્ટી  રાજકોટ શહેરના સહ-સંગઠન મંત્રી, ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલ તેમજ કાસા અને આર.સી.ટી.એ. ના કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી ચૂકયા હતા. આ ઉપરાંત તેઓ બી.એન.આઈ. ના સક્રિય સભ્‍ય હોવાની સાથે વાલ્‍મેક એનજિનીયરિંગ પા. લી. , ઓમવાલ કંટોલસ પા. લી., ઈગલ આઈ સમારટ સોલયુસન  અને કવચ એનજિનીયરિંગ પ્રા. લી. જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના સ્‍થાપક પણ રહ્યા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:42 PM IST)