News of Friday, 5th June 2026
ભાજપ નાનામાં નાના કાર્યકરના કાર્યની નોંધ લઈને સન્માન આપે છે : માનસિંહભાઈ પરમાર
ગીર સોમનાથના માનસિંહભાઈ પરમાર રાજ્યસભા ઉમેદવારના જાહેર થતાં ‘અકિલા' સાથેની વાતચીતમાં ગદગદ થયા..ગીર સોમનાથ જીલ્લાના વરિષ્ઠ અગ્રણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમારના નામની જાહેરાત થતાં રાજકીય વર્તુળો-કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો : સંસદના ઉચ્ચ ગળહમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ રહેશેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીન,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પ્રદેશ નેતળત્વ અને સમગ્ર સંગઠનનો આભાર માન્યો રાજ્યસભાના ઉમેદવાર તરીકે માનસિંહભાઈ પરમારની પસંદગીને ભાજપ પક્ષ દ્વારા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરને આપેલું ‘‘સરપ્રાઈઝ સિલેક્શન'' ગણવામાં આવી રહ્યું છે

(રામસિંહ મોરી દ્વારા) રાજકોટ, તા.૫:ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં ગીર સોમનાથ જીલ્લાના વરિષ્ઠ અગ્રણી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમારના નામની જાહેરાત થતાં રાજકીય વર્તુળો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ઉમેદવાર જાહેર થયા બાદ માનસિંહભાઈ પરમારે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના કેન્દ્રીય નેતળત્વના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ‘અકિલા'સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે પાર્ટીના નાનામાં નાના કાર્યકરના કાર્યની પણ હંમેશા નોંધ લે છે અને તેને યોગ્ય સન્માન આપે છે. મારા જેવા સામાન્ય કાર્યકર પર પાર્ટીએ જે વિશ્વાસ મૂકયો છે તેના માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીન,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પ્રદેશ નેતળત્વ અને સમગ્ર સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા માનસિંહ પરમાર ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂકયા છે. ૨૦૨૨માં સોમનાથ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હતા. હાલમાં તેઓ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના OBC સમુદાયને ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગીને પક્ષ દ્વારા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરને આપેલું ‘‘સરપ્રાઈઝ સિલેક્શન'' ગણવામાં આવી રહ્યું છે. માનસિંહભાઈએ વધુમાં કહ્યું કે તેઓ સંસદના ઉચ્ચ ગળહમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ રહેશે.
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં સૌથી મોટું સરપ્રાઈઝ ગીર સોમનાથના વરિષ્ઠ નેતા અને પ્રદેશ OBC મોરચાના પ્રમુખ માનસિંહ પરમારનું નામ છે.
કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા માનસિંહ પરમાર ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સોમનાથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ચૂંટણીમાં પરાજય બાદ ૨૦૨૩માં તેમણે જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.
સહકારી ક્ષેત્રે પણ સક્રિય રહેલા માનસિંહ પરમાર ગીર સોમનાથ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે સેવા આપી ચૂકયા છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના OBC સમુદાયોમાં તેમનો મોટો પ્રભાવ છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, OBC મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં તેમના યોગદાનના ઈનામ સ્વરૂપે કેન્દ્રીય નેતળત્વએ તેમને રાજ્યસભા માટે પસંદ કર્યા છે. માનસિંહ પરમારની ઉમેદવારી જાહેર થતાં જ ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોનું માનવું છે કે પાર્ટી નાનામાં નાના કાર્યકરની મહેનતની નોંધ લે છે તેનો આ સૌથી મોટો પુરાવો છે.
રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઇએ તો -ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ ૮ જૂન ૨૦૨૬, સોમવાર -મતદાન :૧૮ જૂન ૨૦૨૬, સવારે ૯ થી સાંજે ૪ -મતગણતરી ૧૮ જૂને જ સાંજે ૫ વાગ્યે.
માનસિંહભાઇ પરમાર
મો. ૯૮૨૪૨ ૯૧૭૯૧
(11:35 AM IST)










