News of Saturday, 19th September 2026
નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસે દિર્ધાયુ, નિરોગી અને સ્વસ્થ આરોગ્ય માટે ભાજપ દ્વારા આર્શીવાદનો દીવડો કાર્યક્રમ

રાજકોટઃયશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી ઍતર્ગત તેઓના સ્વસ્થ નિરોગી અને લાંબા આયુષ્યની પ્રાર્થના માટે આજે સાંજે ૭:૦૦ કલાકે આર્શીવાદનો દીવડો કાર્યક્રમ યોજાયેલ.
આ પ્રસંગે મોટી સંખ્યામાં માનવ સાંકળ રચી બહુમાળી ભવન ચોકમાં આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ દીપ પ્રગટાવેલ હતા. આ તકે પૂર્વ રાજયપાલ અને પૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા, પૂર્વ રાજયસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ડો. ભરતભાઈ બોઘરા, પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર શ્રી નેહલકુમાર શુકલ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ, સહિત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના તમામ શ્રેણીના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો સહિત આજની મહાઆરતીમાં ભાગ લેનાર સમાજના અગ્રણીઓ લેઉવા પટેલ, આહિર સમાજ, માળી સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, સગર સમાજ, દરજી સમાજ, વાળંદ સમાજ, આર.આર. પટેલ કોલેજ, ડાંગર કોલેજ, ગરૈયા કોલેજના વિદ્યાર્થીઓ, લેઉવા પટેલની હોસ્ટેલના વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહયા હતા.
(2:38 PM IST)










