તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 16th April 2026
ભાજપનો ભરોસોઃ વોર્ડ નં.૧૪ના વિકાસના શિલ્પીઓ મેદાનેઃ સેવા, શિક્ષણ અને સમર્પણના સથવારે વિજયી હુંકાર
ઉમેદવારોઃ ડો. હિરેન ખીમાણીયા, કેતન પટેલ, અરૂણાબેન જયેશભાઈ આડેસરા, ચંદ્રાબેન વાળા

રાજકોટઃ વિકસિત ગુજરાત અને વિકસિત રાજકોટના સંકલ્પ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. ૧૪ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મજબૂત અને સેવાભાવી પેનલ મેદાને ઉતારવામાં આવી છે.
જેમાં પીએચડી સુધીનો અભ્યાસ ધરાવતા ડો. હિરેન ખીમાણીયા શિક્ષણ અને યુવા માર્ગદર્શન ક્ષેત્રે મોટું નામ છે. તેઓ પી.ડી. માલવીયા કોલેજ અને ઇનોવેટિવ સ્કૂલના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. અગાઉ વોર્ડ નં. ૧ માં લોકસેવક તરીકે અને ડ્રેનેજ સમિતિમાં રહીને 'સ્વચ્છ રાજકોટ' માટે નોંધપાત્ર કામગીરી કરી છે.
ર્ંકેતનભાઈ પટેલઃ છેલ્લા ૨૫ વર્ષથી સથવારો ફાઉન્ડેશનના માધ્યમથી ગરીબોને અનાજ વિતરણ, થેલેસેમિયા પીડિત બાળકોની સેવા અને કોરોના કાળમાં ૧.૩૫ લાખ પરપ્રાંતિયોને મદદ કરી માનવતા મહેકાવી છે. અગાઉ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે તેઓ સફળ રહ્યા છે.
અરૂણાબેન આડેસરાઃ વર્ષોથી ભાજપમાં સક્રિય અરૂણાબેન સોની સમાજના અગ્રણી છે. લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટે તેઓ જાણીતા છે.
ચંદ્રાબેન વાળાઃ સેવાભાવી પરિવારમાંથી આવતા ચંદ્રાબેન અને તેમના પતિ માણસુરભાઈ વાળા (વોર્ડ મહામંત્રી) વર્ષોથી સામાજિક કાર્યો, શરબત-છાશ વિતરણ અને સમૂહ લગ્ન જેવા કાર્યોમાં સક્રિય છે.
વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન વોર્ડ નં. ૧૪ માં કેવડાવાડી બ્રિજ નિર્માણ, કુંભારવાડા અને લક્ષ્મીવાડીમાં આંગણવાડી, ભક્તિનગરમાં ગાર્ડન વોલ અને મીલપરામાં સી.સી. રોડ જેવા અનેક કામો થયા છે. આગામી સમયમાં કેનાલ રોડ પર બોક્સ ગટર, શેઠ હાઈસ્કૂલ પાસે વોકિગ ટ્રેક, નવો એ.સી. કોમ્યુનિટી હોલ અને શાળા નં. ૫૧ નું નવું બિલ્ડિંગ બનાવવા જેવી પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.
કેતનભાઈ પટેલે જણાવેલ કે વોર્ડ નં.૧૪માં આમ તો વિકાસ કાર્યો થયા જ છે અને આગામી સમયમાં પણ થશે. જેમાં વોર્ડમાં સેન્ટ્રલ એ.સી હોલ બનાવવામાં આવશે. હાલ આચારસંહીતા હોય. ચૂંટણી બાદ ૪૩ કરોડના ખર્ચે બનેલ ડીએ પાઈપલાઈનનું ખાતમુર્હૂત થશે. આ ઉપરાંત આ વોર્ડમાં એક ઓલિમ્પિક કક્ષાનું ગ્રાઉન્ડ બશે જેનો વોર્ડ નં.૧૪ થી ૧૭ સુધીના લોકોને લાભ મળશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૧૪ના ભાજપના ઉમેદવારો કેતનભાઈ પટેલઘ્, ડો.હિરેન ખીમાણીયા, અરૂણાબેન આડેસરા, અને ચંદ્રાબેન માણસુરભાઈ વાળા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:02 PM IST)










