તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 27th May 2026
જસદણના મોટા દડવા ગામમાંથી એક બોગસ ડૉક્ટર ઝડપાયો : રાજકોટ ગ્રામ્ય SOG અને આટકોટ પોલીસનું સંયુક્ત ઓપરેશન
ગામમાં પોતાના જ ઘરે કોઈપણ માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતા ધર્મેશભાઈ ઉર્ફે લાલો વિમલભાઈ ગોપીયાણી નામના શખ્સને પકડી લેવાયો

રાજકોટ ગ્રામ્ય SOG અને આટકોટ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જસદણ તાલુકાના મોટા દડવા ગામમાંથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોટા દડવા ગામમાં પોતાના જ ઘરે કોઈપણ માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતા ધર્મેશભાઈ ઉર્ફે લાલો વિમલભાઈ ગોપીયાણી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દરોડા દરમિયાન આરોપીના ઘરેથી અલગ અલગ ફાર્મા કંપનીઓની એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ ₹9,993નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ બોગસ ડૉક્ટર વિરૂદ્ધ આટકોટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
(1:56 PM IST)










