<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં એમપીના યુવાનના બંને પગનો છૂંદો થઇ જતાં મોત

ભગવતીપરા બ્રીજ ઉપર મેલડી માતાના મંદિર પાસે બનાવ બેડી યાર્ડમાં મજૂરી કરતો યુવાન વતનથી પરત આવતો હતોઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: મુળ મધ્‍યપ્રદેશના ચિત્રકુટનો યુવાન રામચંદ્ર ગયાપ્રસાદ નિશાદ (ઉ.વ.૨૬) ૧૪મીએ સવારે જબલપુર-સોમનાથ ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્‍યારે ભગવતીપરા બ્રીજ પાસે મેલડી માતાજીના મંદિર નજીક ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી જતાં બંને પગ ટ્રેન હેઠળ આવી જતાં પગનો છૂંદો નીકળી ગયો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર રામચંદ્ર નિશાદ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નોકરી કરતો હતો. તે ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતો અને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા છે.  દિવાળીની રજામાં વતન ગયો હતો. ૧૪મીએ ત્‍યાંથી પરત આવ્‍યો ત્‍યારે ભગવતીપરા બ્રીજ નજીક ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં આ બનાવ બન્‍યો હતો. ટ્રેન હેઠળ તેના બંને પગનો છુંદો બોલી ગયો હતો. તબિબોએ તેને બચાવવા પ્રયાસ કર્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી

(3:55 PM IST)