<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સોખડા પાસે દિવાલમાં બાઇક અથડાતાં પાંચ બહેનના એકના એક ભાઇનું મોત

આઇઓસીમાં લેબર વર્ક કરતાં સોયેબભાઇ મીરાને આઠ મહિના પહેલા અકસ્‍માત નડયો હતોઃ સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં માતમ

 

રાજકોટ તા. ૧૨: કુવાડવા નજીક સોખડામાં રહેતાં અને આઇઓસીમાં લેબર વિભાગમાં નોકરી કરતાં યુવાનને ગત દિવાળી વખતે ઓક્‍ટોબર મહિનામાં બાઇક દિવાલમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. આઠ મહિનાની સારવાર બાદ આજે તેનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ સોખડા ગામે રહેતો સોયેબભાઇ ગુલાબભાઇ મીરા (ઉ.વ.૩૫) ગત ૨૫/૧૦/૨૫ના રોજ મોટર સાઇકલ હંકારીને જતો હતો ત્‍યારે સોખડા પાસે દિવાલમાં મોટરસાઇકલ અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન આજે તેનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સોયેબભાઇ પાંચ બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો અને તેના છુટાછેડા થઇ ગયા હતાં. એકના એક આધારસ્‍તંભ દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

 

(2:47 PM IST)