તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 28th April 2026
વૈશાખી બુધ્ધપૂર્ણિમા નિમિતે બૌધ્ધ ઉપાસક ઉપાસિકા
સંઘ દ્વારા કાલથી ત્રિદિવસીય મહોત્સવ દરેક ધર્મના ધર્મગુરૂઓની ઉપસ્થિતિમાં ‘સર્વ ધર્મ સમન્વય સમારોહ', ધમ્મવાણી (ડાયરો), સેમીનાર

રાજકોટ : વૈશાખી બુધ્ધ પૂર્ણિમા નિમિતે બૌધ્ધ ઉપાસિકા સંઘ દ્વારા તા. ર૯, ૩૦ એપ્રિલ અને ૧ મેના રોજ ત્રિ દિવસીય મહોત્સવ યોજાશે.
જેમાં પ્રથમ દિવસે સાંજે ૬:૩૦ કલાકે દરેક ધર્મના ધર્મગુરૂઓ અને સર્વ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ‘‘સર્વ ધર્મ સમન્વય સમારોહ'' દ્વારા ધમ્મ ધ્વજા લહેરાવી તેમજ સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ વિરાસતની ચિત્ર પ્રદર્શનીને ખુલ્લી મુકીને મહોત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૮ કલાકે ધમ્મવાણી (ડાયરો) રજુ કરશે દિનેશ ગોહિલ (બહુજન સાહિત્યકાર) આ તકે આમંત્રિત કલાકાર તરીકે જયેશભાઇ પરમાર (બહુજન સાહિત્યકાર) ધમ્મવાણીનો લાભ આપશે. મહોત્સવના બીજા દિવસે સાંજે ૭ વાગ્યે વંદનીય ભન્તે પથિક શ્રેષ્ઠી (અમરબોધી બુધ્ધ વિહાર - સુરેન્દ્રનગર) ધમ્મદેશના આપશે. રાત્રે ૮ વાગ્યે એલ.ઇ.ડી. સ્ક્રીન પર પી.પી.ટી.ના માધ્યમનથી સાગર કાંબલે (બોધિસત્વ યુ ટયુબ ચેનલ) દ્વારા ‘‘પ્રાચીન જંબુદીપ (ભારત)નો બૌધ્ધ ઇતિહાસ'' વિષય પર સેમિનાર યોજાશે. આ તકે નિલેશ કાથડ દ્વારા ‘‘સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ વિરાસત'' વિષય પર માર્ગદર્શન કરશે.
મહોત્સવના ત્રીજા દિવસે ત્રિગુણી પાવન પૂર્ણિમાએ સાંજે સમૂહ બુધ્ધ વંદના, ધમ્મ દેશના, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. આ કાર્યક્રમ રા. મ્યુ. કો. મેદાન, નાના મવા મેઇન રોડ, ૧પ૦ ફૂટ રીંગ રોડ, સ્લ્વિર હાઇટની સામે, રાજકોટ ખાતે યોજાશે.
તસ્વીરમાં સુમેધ તથાગત, દિનેશભાઇ સોલંકી, ડાયાભાઇ ગોહિલ, રમેશભાઇ દાફડા, સતિષભાઇ મુછડીયા અને કરણભાઇ દડવી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(5:22 PM IST)










