News of Saturday, 25th July 2026
લીંબડીમાં સવા વર્ષ પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાંદીના જુડા સાથે રમા ઉર્ફે રામી ઉર્ફે પૂજાને એલ.સી.બી. ઝોન-૨ ટીમે પકડી
ચૌધરી હાઇસ્કૂલ પાસે ચાંદીનો જુડો વેચવાની પેરવી કરતી હતી: પીએસઆઇ એસ. વી. ચુડાસમા, જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા સહિતની કામગીરી

રાજકોટ: લીંબડીમાં સવા વર્ષ પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ની સૂચનાથી મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એલ.સી.બી. ઝોન-૨ ની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એલ.સી.બી. ઝોન-૨ ટીમને ચોક્કસ સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે, ચૌધરી હાઇસ્કૂલ પાસે જય સોમનાથ ટ્રાવેલ્સની ઓફિસ સામે એક મહિલા ચોરીના દાગીના વેચવાની પેરવી કરી રહી છે. બાતમીના આધારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા તસ્કર મહિલા પાસેથી ચાંદીનો જુડો મળી આવ્યો હતો.
પોલીસે ઝડપાયેલી મહિલાની સઘન પૂછપરછ કરતા તેણે આશરે સવા વર્ષ પહેલાં બપોરના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખારાવાસ ખાતે એક બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ચોરીમાં સોનાની ૨ વીંટી, સોનાનો સેટ, સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, ચાંદીનો જુડો તેમજ રોકડા રૂ. ૫૦,૦૦૦, સાડીઓ અને ફાઇલોની ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. ઝડપાયેલ મહિલાની ઓળખ રમા ઉર્ફે રામી ઉર્ફે પૂજા રાજુ રવજીભાઇ વાઘેલા (ઉં.વ. ૩૫, રહે. સરકારી હોસ્પિટલ ચોક, પુલની નીચે, રાજકોટ) તરીકે થઈ છે. પોલીસે આરોપી મહિલા પાસેથી રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનો ૨૦૧ ગ્રામ ૬૦ મિલીગ્રામ વજનનો ચાંદીનો જુડો કબ્જે કર્યો છે.
ઝડપાયેલી મહિલા સામે સુરેન્દ્રનગર લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુન્હો ડિટેક્ટ થયો છે. આ ઉપરાંત આરોપી મહિલા અગાઉ પણ જામનગર ધ્રોલ, જામનગર કાલાવાડ તેમજ ભાવનગર બોરતળાવ પોલીસના બે અલગ-અલગ ગુનાઓ સહિત ચોરીના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂકી હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલીક તથા ઇન્ચાર્જ ડીસીપી હેતલ પટેલની સૂચના તથા એલ.સી.બી. ઝોન-૨ના પી.એસ.આઇ. એસ.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તેમજ પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાઘિયા, સહદેવસિંહ જાડેજા, સત્યજિતસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર તથા પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને મહિલા પો.કોન્સ. ક્રિષ્ણાબેન સીતાપરા દ્વારા કરવામાં આવી હતી.
(9:15 PM IST)










