<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

‘ધ બર્નીંગ ટ્રક': માલીયાસણ પાસે પુઠા ભરેલા ટ્રકમાં આગથી દોડધામ

રાજકોટઃ શહેરની ભાગોળે માલીયાસણ ગામ પાસે આજે સવારે પુઠા ભરેલા આઇસર માં આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે પુઠા ભરેલા હોવાથી આગે થોડીવારમાં વીકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાયા હતા. આશરે દોઢેક કલાક પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડના સ્‍ટાફે મહામહેનતે આગ પર કાબુ મેળવ્‍યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્‍યું નથી. ઘટનાના પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.

(3:43 PM IST)