News of Thursday, 22nd October 2026
કેરેન્સ, ક્રેટા, અર્ટીંગા ને જેટા : ચારેય કારમાંથી દારૂનો જથ્થો કબ્જે :દિવાળી પહેલા પોલીસની સરપ્રાઇઝ ‘સ્ટ્રાઇક'
એલસીબી ઝોન-૧ અને ર ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને આજી ડેમ પોલીસની કાર્યવાહી કોઇએ દારૂ ભરેલી કારની સેન્સર ચાવી વાઇપરમાં છુપાવી'તી, તો કોઇએ વિમલ પાનમસાલાના થેલામાં દારૂ છુપાવ્યો હતો : કુલ છ સ્થળે દરોડામાં પાંચ પકડાયા

રાજકોટ, તા. રર : આજી ડેમ ચોકડી નજીક માડાડુંગર પાસે ભીમરાવનગરમાં નાગબાઇ ચોક પાસે એલ.સી.બી. ઝોન-૧ની ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. જયાં ક્રેટા કારમાં વાઇપરમાં છુપાવેલી ચાવી લઇને પોલીસે કારની તલાશી લેતા રૂા. ૧.૩૪ લાખની વ્હીસ્કીનો જથ્થો મળી આવતા કબ્જે કરી કાર માલીકની શોધખોળ શરૂ કરી છે.
એલસીબી ઝોન-૧ ના હેડ કોન્સ. એન.એ. ગઢવી, કોન્સ. નીખીલભાઇ પીરોજીયા, હિતેશભાઇ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, રાજકોટના ભૂપત દાદુભાઇ ભાંભલાએ માડાડુંગર, ભીરાવનગરમાં નાગબાઇ ચોક પાસે તેની ક્રેટા કાર પાર્ક કરેલી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. તેમજ તેની ચાવી આગળ વાઇપરમાં છુપાવેલી છે. જેને લઇ ટીમે દરોડો પાડી વાઇપરમાં છુપાવેલી સેન્સર ચાવીની મદદથી અનલોક કરી કારની તલાસી લેતા તેમાંથી રૂા. ૧.૩૪ લાખની કિમતની વિદેશી દારૂની વ્હીસ્કી ની ૬૭ર બોટલ મળી આવતા કુલ રૂા. ૯.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર માલીક ભૂપત ભાંભલાની શોધખોળ શરૂ કરી છે.
જયારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વાનરીયા સહિતના સ્ટાફે ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથા પ્લોટ શેરી નં. ૪૦માં દરોડો પાડી કાર ચાલક વેપારી ધાર્મિક બાલકદાસ દેસાણી (ઉ.વ.રપ રહે. આટકોટ રોડ, બસ સ્ટેન્ડ પાછળ, જસદણ)ને પકડી લઇ તેની રૂા.૧૦ લાખની કિંમતની કેરેન્સ કારની તલાશી લેતા તેમાં રહેલા બોકસ અને વિમલ પાન મસાલાના થેલામાં પડેલા હોવાથી તેને ખોલી જોતા રૂા. ર.૯૩ લાખના કિંમતની વ્હીસ્કીની ૧ર૦ બોટલ મળી દારૂ, કાર અને ફોન સહિત કુલ રૂા. ૧૩.૧૩ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આરોપી અગાઉ જસદણ અને અમરેલીના ધારી પોલીસ મથકમાં મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.ડી.ડોડીયા થા એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ જળુ, પ્રદીપસિંહ જાડેજા જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલ, ગોપાલભાઇ બોળીયા, વિજુભા જાડેજા તથા પોલીસ કોન્સ. રાજેશભાઇ પટેલે કરી હતી.
ત્રીજા દરોડામાં પીસીબીની ટીમે ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસ્ક્રીમ પાસે ભકિતનગર એકસીસ બેંક શાખાની સામેથી હિરેન ઉર્ફે રાજ વિનોદભાઇ રાજપરા(ઉ.વ.ર૩) રઘુનંદન સોસાયટી, આજી ડેમ ચોકડી)ને પકડી તેની પાસે રહેલી અર્ટીગા કારની તલાશી લેતા તેમાંથી રૂા. ર.પ૩ લાખની કીંમતી વ્હીસ્કીની ૮૧ બોટલ મળી આવતા કુલ રૂા. ૬.પ૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછતાછમાં સજય જીંજરીયા (રહે. ખોડલધામ સોસાયટી, માંડા ડુંગર પાસે)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા. પો.હેઙ કોન્સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી.
ચોથા દરોડામાં એલસીબી ઝોન-ર ની ટીમનાં હેડ કો. શકિતસિંહ વિરેન્દ્રસિંહ ગોહીલ, સત્યજીતસિંહ જાડેજા સહિતનાં સ્ટાફે ગોંડલ રોડ પર જીમી ટાવરની સામે ઓવરબ્રીજ ઉપરથી જીતેશ મનસુખભાઇ સોલંકી (ઉ.૩૪ રહે. ઓમ મોટર્સ ગેરેજ), ભગતસિંહ ગાર્ડન પાસે, યુનિ. રોડ) ને પકડી રૂા. ૪૩ હજારની વ્હીસ્કીની ૧૮૦ બોટલ અને જેટા કાર સહિત રૂા. ૩.૪૩ લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર અશોક (રહે. રાજસ્થાન)ની શોધખોળ શરૂ કરી છે.
આ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ એ. એસ. આઇ. જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, પો. હેડ કો. શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા પો. કો. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહીલ, મૈસુરભાઇ કુંભારવાડીયાએ કરી હતી.
પાંચમાં દરોડામાં આજી ડેમ પોલીસનાં હેડ કો. પી.એ. ચીરોડીયા, કો. મનીષભાઇ શિરોડીયા સહિતે આજી ડેમ ચોકડી પાસે સુદરમ સોસાયટી પાસેથી રવિ જીતેન્દ્રભાઇ નિમાવત (ઉ.વ.ર૪ રહે. ગજેરા પાર્ક, માનવસરોવર પાર્ક)ને વ્હીસ્કીની ૪ બોટલ સાથે પકડી લીધો હતો.
જયારે કો. કુલદીપસિંહ જાડેજા, સહિતના સ્ટાફે ગઢકા ગામે રહેતાં સાગર જગદીશભાઇ રાઠોડ (ઉ.ર૬) ને ઘર નજીકથી દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.
(3:10 PM IST)










