<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ન્‍યારી ડેમના કિનારે છઠ્ઠ પૂજા : જુઓ વિડીયો

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૧૬: રવિવારના રોજ યુપી બિહારના લોકો દ્વારા વાગુદડ રોડ ઉપર ન્‍યારી ડેમના કિનારે છઠ્ઠ પુજા કરવામાં આવેલ જેમાં મેટોડા જીઆઇડીસી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં વસ્‍તા યુપી બિહારના શ્રમિક લોકોએ શ્રાદ્ધ અને આસ્‍થાનું મહાન પર્વ માતા છઠ્ઠનું જળની અંદર તેમજ નદી કિનારે પુજન કરેલ આ વ્રત પહેલા છત્રીસ કલાક વ્રત કરનાર અન્ન જળનો ત્‍યાગ કરી ફળ ફળાદી સામગ્રી સાથે માતા છઠ્ઠનું પુજન કરે છે તેમજ રાત્રે ભક્‍તિ મય વાતાવરણમાં ભજન કીર્તન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવેલ મેટોડા જીઆઇડીસી છઠ્ઠ પુજા સમિતિ દ્વારા પુજા અર્ચના માટે સરસ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ તેમજ પોલીસ પ્રશાસન ફાયર બ્રિગેડ દ્વારા નદી ઘાટ ઉપર કોઈ અનિヘતિ બનાવ ન બને તેની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ તેમજ આ વિસ્‍તારના આગેવાનો પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ડો.પ્રકાશભાઈ વિરડા પુર્વ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મચ્‍છાભાઇ લાંબરીયા સહિત નાએ છઠ્ઠ પુજા દર્શન કરી ધન્‍યતા અનુભવેલ તેમજ સમિતિ આયોજકો દ્વારા ઉપસ્‍થિત આગેવાનોનુ સ્‍વાગત સન્‍માન કરેલ હતું.

(12:06 PM IST)