<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મુખ્‍ય ચૂંટણી કમિશ્‍નર જ્ઞાનેશકુમાર રાજીનામુ આપેઃ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન-અટકાયત

 

 રાજકોટઃ શહેર તથા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત યુવક કોંગ્રેસના સહપ્રભારી ચંદ્રકલા નાગોરીજી તથા જીલ્લા પ્રમુખ દીપ ભંડેરી અને શહેર પ્રમુખ ભાગ્‍યરાજ વાળાની આગેવાનીમાં ચૂંટણી પંચના મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા તથા ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં મોટીસંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા, શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા બહેતર સીટી કેમ્‍પિયનના ઈન્‍ચાર્જ સંભવી શુક્‍લા,ડો. રુક્‍મુદિન , ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના ઉપપ્રમુખ અલ્‍પેશ સાધરીયા,  પ્રદેશ શક્‍તિ સુપર શી ના ચેરમેન વૈશાલી શીંદે, હિરલબા રાઠોડ, કરીના કુરેશી , યજ્ઞેશ દવે, ગૌરવ ખીમસુરીયા, નરેન્‍દ્ર પટેલ, અક્ષાંશ ગૌસ્‍વામી,જલ્‍પેશ વાઘેલા, ધવલ રાઠોડ, મન ખાચરીયા, કાવ્‍ય સભાયા, યુગ ચાવળીયા, ફેનિલ વોરા,વગેરેએ વિરોધ પ્રદર્શન કરેલ. તમામની અટકાયત કરવામાં આવી હતી.

(3:49 PM IST)