<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જીવનનગર પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગળત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ, મહિલા મંડળના સંયુક્‍ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબીમાં ત્રણ ગ્રૂપની બાળાઓ અવનવા રાસ-ગરબા રજૂ કરી પોતાનું કૌશલ્‍ય બતાવશે. ગરબીના વ્‍યવસ્‍થાપક સુનિતાબેન વ્‍યાસ, નેહાબેન મહેતાની યાદીમાં જણાવ્‍યા મુજબ  નવરાત્રિ મહોત્‍સવ  બાળાઓ દિવડા, ખંજરી, ટીપ્‍પણી, બેડા રાસ રજૂ કરી પોતાની કૌશલ્‍યતાનું નિદર્શન કરશે. નવ દિવસ સુધી રાસ-ગરબા ઉપરાંત નળત્‍ય સહિત કલાનું પ્રદર્શન કરશે. સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યું કે મહાદેવ ધામ પટ્ટાંગણમાં ૪૫ મા વર્ષે પ્રાચીન ગરબીની આખરી તૈયારીમાં બાળાઓ-વાલીમાં જબરો થનગનાટ જોવા મળે છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા સહિતના રહીશો બાળાઓને પ્રોત્‍સાહિત કરશે. ગરબીમાં સુનિતાબેન વ્‍યાસ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, કિર્તીબેન કગથરા, ભકિતબેન ખખ્‍ખર, નેહાબેન મહેતા, પાર્થ ગોહેલ પ્રાચીન ગરબીની દેખરેખ રાખી રહ્યા છે. ગ્રુપની બાળાઓમાં ‘અ' ગ્રુપ-તાની જોબનપુત્રા, ખુશી પંડયા, આરાધ્‍યા ડાંગર, કાવ્‍યા પરમાર, અર્પિતા ડાંગર, કળતિકા ભટ્ટ, પ્રિયાંશી પાલા, તિર્થા ગંગદેવ, ઉર્વી મકવાણા, સંજના માલવી, મનસ્‍વી અજાગીયા, નૈત્રી પરમાર, અનન્‍યા જાની, જીયા બોળીયા, ‘બી'ગ્રુપમાં - સ્‍વરા પીઠડીયા, પાર્થી ભાણવડીયા, વૈષ્‍ણવી પરમાર, રાજલ માટીયા, ત્રીસા ચૌહાણ, પુનમ પરમાર, વૈષ્‍ણવી સરવૈયા, અંજલિ પરમાર, નમીતા યાદવ, કીસા ઝાપડા, શ્રીયા લશ્‍કરી, નિધી ગાણોલીયા, બંસી માટીયા, રીયા બોળીયા તથા ‘સી'ગ્રૂપમાં આયુષી પરમાર, વંશીકા મકવાણા, કીવા વ્‍યાસ, વૈભવીબા ગોહેલ, કાવ્‍યા જાની, મીશા ચૌહાણ, યશ્‍વી ગાણોલીયા, દિશા પરમાર, પ્રિયા બોળીયા, સંતોષી સોનખર, કરીમા સોનખર, રૂતવી પરમાર, શ્રીયા ચૌહાણ, પ્રિયા માદડિયા સહિત રાસ-ગરબાના તજજ્ઞો જોડાયા છે.

(3:07 PM IST)