<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

૧૦ ડિસેમ્‍બર પછી ઠંડીનું જોર વધી શકે , રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં પારો ૧૦થી ૧૨ ડિગ્રી સુધી ગગડશે

૧૦થી ૨૪ ડિસેમ્‍બર કેટલાક વિસ્‍તારોમાં હળવાં વરસાદી ઝાપટાંની પણ સંભાવનાઃ હવમાનખાતું

રાજકોટઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્‍યો છે. કચ્‍છનું નલિયા ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્‍યનું સૌથી ઠંડું મથક બન્‍યું છે. રાજકોટમાં પણ પારો ગગડીને ૧૪.૪ ડિગ્રીએ પહોંચ્‍યો છે. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના અનેક વિસ્‍તારોમાં વહેલી સવારે ઠંડીની વધુ અસર અનુભવાઈ રહી છે.પોરબંદર ૧૪.૮, ડીસા ૧૪.૯, વડોદરા ૧૬.૨, દીવ ૧૬.૫, અમદાવાદ ૧૭, કંડલા ૧૭.૫, ભુજ ૧૭.૬, દ્વારકા ૧૮.૭ અને સુરતમાં ૧૯.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શકયતા નથી. તા. ૩ ડિસેમ્‍બર સુધી ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માટે કોઈ વિશેષ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. રાજ્‍યમાં વાતાવરણ મુખ્‍યત્‍વે સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાશે.

હવામાન વિભાગના લાંબા ગાળાના પૂર્વાનુમાન અનુસાર તા. ૧૦ ડિસેમ્‍બર પછી ઠંડીનું જોર વધી શકે છે. રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં લઘુતમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે. તા. ૧૦થી ૨૪ ડિસેમ્‍બર દરમિયાન કેટલાક વિસ્‍તારોમાં હળવાં વરસાદી ઝાપટાંની પણ પ્રાથમિક સંભાવના દર્શાવવામાં આવી છે.

(12:05 PM IST)