News of Saturday, 1st August 2026
કલેકટર મધરાત્રે ડીઝાસ્ટર કન્ટ્રોલરૂમમાં પહોંચ્યા..
તમામ તાલૂકાના કન્ટ્રોલરૂમ-સેટેલાઇટ ફોનમાંથી વીગતો મેળવી..

રાજકોટ, તા.૧: રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના નિર્દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.
જિલ્લા ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે ગત મધરાત્રે કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલરૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી. ફરજ પર ઉપસ્થિત કર્મચારીઓ પાસેથી વિગતો મેળવતા તેમણે તમામ તાલુકામાં થઈ રહેલી ડિઝાસ્ટર સેલની કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ તાલુકામાં કંટ્રોલરૂમના નંબર એક્ટિવ છે કે કેમ, સેટેલાઈટ ફોન ચાલુ હાલતમાં છે કે કેમ, વરસાદી વિગતોનું સંકલન વગેરે સહિતની બાબતોની કલેક્ટર એ ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી મિતેશ લાડાણી, નાયબ મામલતદાર શ્રી એ.ડી. મોરીએ કલેક્ટરને હાલની સ્થિતિથી વાકેફ કર્યા હતા. જિલ્લા ક્લેક્ટરએ આ તકે ડિઝાસ્ટરની ટીમને વધુ અસરકારક કામગીરી કરવા પ્રેરણા આપી હતી.
(10:53 AM IST)










