તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 20th November 2026
મનપાની એપમાં ફરિયાદીનો નંબર ગાયબઃ શેરીમાં મળત પશુની દુર્ગંધ યથાવત
ડિજિટલ રાજકોટના દાવાઓની હવા નીકળીઃ મળત પશુઓના નિકાલમાં પણ બે-ત્રણ દિવસ, ફરિયાદનું લોકેશન શોધવામાં કર્મચારીઓને ફાંફાં!

રાજકોટ, તા.૨૦: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી ટેક્રોલોજીના મોટા બણગાં ફૂંકવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ ટેક્રોલોજી તંત્ર માટે બૂમરેંગ પુરવાર થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને જાહેર માર્ગો અને શેરી-ગલીઓમાં મળત પશુઓના નિકાલ જેવી અત્યંત સંવેદનશીલ ફરિયાદોમાં પણ કોર્પોરેશનની કથિત ટેકનિકલ ચાલાકીના કારણે દિવસો સુધી વિલંબ થતો હોવાની ફરિયાદો ઠી છે.
મળતી વિગતો મુજબ, કોર્પોરેશનની ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં ફરિયાદીનો મોબાઈલ નંબર હાઈડ રાખવામાં આવતો હોવાથી સ્થળ પર કામગીરી કરવા જતા કર્મચારીઓ માટે ફરિયાદનું ચોક્કસ લોકેશન શોધવું મુશ્કેલ બની રહ્યું છે. આ બાબતને અધિકારીઓએ પણ સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે. પરિણામે જે ફરિયાદનો ગણતરીના કલાકોમાં નિકાલ થવો જોઈએ તે ફરિયાદના સ્થળ સુધી પહોંચવામાં જ બે-ત્રણ દિવસ નીકળી જતા હોવાની સ્થિતિ સર્જાઈ છે.
શહેરમાં કચરાના ઢગલા, ઝાડની ડાળીઓ કે પાંદડાં દૂર કરવાની ફરિયાદનો નિકાલ ચાર-પાંચ દિવસે થાય તો પણ તેની અસર મર્યાદિત હોઈ શકે, પરંતુ શેરી કે ગલીમાં મળત કૂતરા, બિલાડી કે અન્ય પશુ પડ્યાં હોય ત્યારે દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહેવાસીઓ માટે ગંભીર મુશ્કેલી સર્જાય છે. આવી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવો અનિવાર્ય હોવા છતાં તંત્રની વ્યવસ્થાકીય ખામીઓના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આヘર્યની વાત એ છે કે ફરિયાદીનો મોબાઈલ નંબર છુપાવવાની વ્યવસ્થાને કારણે સ્થળ શોધવામાં મુશ્કેલી પડતી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. ફરિયાદીનો સંપર્ક જ ન થઈ શકે તો કર્મચારીઓ ફરિયાદનું ચોક્કસ સ્થળ કેવી રીતે શોધે? અને સ્થળ જ ન મળે તો ફરિયાદનો ત્વરિત નિકાલ કેવી રીતે થાય? આવા અનેક સવાલો કોર્પોરેશનની કામગીરી સામે ઊભા થયા છે.
એક તરફ કોર્પોરેશન ડિજિટલ વ્યવસ્થા અને ઝડપી ફરિયાદ નિવારણના દાવા કરે છે, જ્યારે બીજી તરફ મળત પશુઓ જેવી ગંભીર ફરિયાદોના નિકાલમાં પણ દિવસો વીતી જતા હોવાની વિગતો તંત્રની કાર્યક્ષમતા સામે સવાલો ભા કરે છે.
ફરિયાદોના ઝડપી નિકાલ માટે શરૂ કરાયેલી ટેકનોલોજી જ ફરિયાદોના નિકાલમાં અવરોધરૂપ બની રહી હોય તો જવાબદારી કોની? ફરિયાદીનો મોબાઈલ નંબર હાઈડ રાખવા પાછળનું વાસ્તવિક કારણ શું છે? આ વ્યવસ્થા નાગરિકોની ગોપનીયતા જાળવવા માટે છે કે પછી તેની આડમાં તંત્રની કામગીરીની ખામીઓ છુપાઈ રહી છે? તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
મળત પશુઓના નિકાલ જેવી જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી કામગીરીમાં પણ આવી સ્થિતિ હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓના આંખ-કાન જાણે હેંગ થઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. હવે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ આ ટેક્રિકલ ગૂંચવણ દૂર કરી ફરિયાદોના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ગોઠવે છે કે પછી ટેકનોલોજીના નામે પ્રજાને પરેશાન થવાનું ચાલુ રહે છે.
(4:11 PM IST)










