<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

બોગસ દસ્‍તાવેજના આધારે જમીન હડપ કરી જવાની નોટરી વકીલ સામેની ફરિયાદ સ્‍ટે કરતી હાઇકોર્ટે

રાજકોટ, તા.૨૮: ખોટા દસ્‍તાવેજ, સાટાખત, સમજુતી કરાર, કુલમુખત્‍યારનામું બનાવી જમીન હડપ કરવાના ગુનામાં નોટરી એડવોકેટ કિરીટ શાહ સામેની ફરિયાદ સ્‍ટે કરતો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટના જાણીતા ધારાશાષાી કિરીટ હિંમતલાલ શાહ રહે રાજકોટવાળા વિરુદ્ધ કાલાવડ રોડ અમીન માર્ગ પર રહેતા કુણાલભાઈ પ્રવીણભાઈ કાનાણીએ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં આરોપી ગોવિંદભાઈ મકવાણા, સૈયદ અબુબકર, જયેશ વેલજી પ્રજાપતિ, નયનાબેન પ્રજાપતિ, વેલજી લુહાર, જિજ્ઞાસાબેન ઝાપટા, મુકેશ ઠક્કર, કિરીટ શાહ, અહેમદ ખાન પઠાણ રેખાબેન તુવાર, નવીન બારોટ તથા કિરીટ શાહ સામે ફરિયાદીની વારસામાં મળેલી મિલકત જે ગુજરાત તથા મહારાષ્‍ટ્રમાં આવેલી હોય જે હડપ કરવાના ઇરાદે આરોપીએઓએ પૂર્વ કાવતરું રચ્‍યું હતું અને ફરિયાદી તથા સાહેદના બોગસ કુલમુખત્‍યારનામું, સાટાખત, સોગંદનામુ બનાવી તેમાં ફરિયાદી તથા સાહેદની ખોટી સહી કરી ગુનાહિત કળત્‍ય કરેલ હોય ક્રાઈમ બ્રાન્‍ચમાં તપાસ શોપતા પી.આઇ. વી.બી.જાડેજાએ તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ કામમાં એડવોકેટ મુકેશ ઠક્કરે ડીસચાજૅ અરજી કરતા તમામ હકીકત ધ્‍યાને લઈ તેઓનેડિસ્‍ચાર્જ કરેલ હતા. નોટરી એકટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલ ન હોય જેથી ડિસ્‍ચાર્જ કરેલ હતા. આ કામમાં એડવોકેટ નોટરી કિરીટ શાહ દ્વારા ફરિયાદીની જમીન લખી આપનાર ડમી માણસ મિલકત લખાવી લેનાર સૈયદ ઈમામ અબુબકકર ફરિયાદીની તમામ મિલકતનો વ્‍યવહાર કરવા સંબંધે કરારનો એડવોકેટ નોટરી કિરીટ શાહે કરેલ તેમાં એડવોકેટ રેખાબેન તુવેરે આરોપીની ઓળખ આપેલ હતી.

ત્‍યારબાદ આ કરાર બોગસ અને બનાવટી હોવાનું દસ્‍તાવેજ પરથી ફલિત થતા મુખ્‍ય આરોપી અને તેના સાગરીતો વિરુદ્ધ આરોપી સામે ગુનો દાખલ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરેલ હતી. આ તમામ સામે કોર્ટ કાર્યવાહી ચાલુ છે આ દરમિયાન આરોપી એડવોકેટ નોટરી કિરીટ શાહ પોતે નોટરી હોય અને કાયદેસરની કાર્યવાહી કરેલ હોય આરોપીને તે ઓળખતા ન હોય, ઓળખ અન્‍ય એડવોકેટે આપેલ હોય તે કહેવાતા ગુનામાં કશું જાણતા ન હોય. ગુજરાત હાઇકોર્ટમાં કોશિંગ માટે અરજી કરતા રાજકોટના ડી.સી.પી. રાકેશ દેસાઈ હાઇકોર્ટમાં હાજર થયેલા અને તેમણે અરજદારની ભૂમિકા વિશે રજૂઆત કરેલ હતી. તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલ કોઈ સામગ્રીમાં તે દર્શાવવામાં આવેલ નથી કે કિરીટ શાહે બનાવટી સમજૂતી પત્ર બનાવેલ છે તે મુજબ આરોપીના હાઇકોર્ટ એડવોકેટ આલોક ઠક્કર, સરકારી વકીલને સાંભળી કોર્ટ સદરહું કેસમાં આખરી દલીલ સુધી સ્‍ટે આપેલ છે.

આ કામે આરોપી એડવોકેટ કિરીટ શાહ તરફે ધારાશાષાી હાઇકોર્ટના ખીલનભાઈ ચાંદરાણી, આલોકભાઈ ઠક્કર, ગુજરાતનાં સૌરાષ્‍ટ્રના ધારાશાષાી દિલીપ પટેલ, કલ્‍પેશ નસીત, નૈમિષ જોશી, અનિતા રાજવંશી રોકાયેલા હતા.

દિલીપ પટેલ એડવોકેટ

કલ્‍પેશ નસીત એડવોકેટ

(4:28 PM IST)