<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા હોય તેવા એજન્‍ટોની નિમણુંક સામે કોંગ્રેસ મેદાને

મતદાન કે મતગણતરી એજન્‍ટ પર કોઇપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઇએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઇએ જોગવાઇ રદ કરવામાં પરિપત્રનો વિરોધઃ મહેશ રાજપૂત અને ડો. હેમાંગ વસાવડાના આકરા પ્રહારો : ચૂંટણીનું ચીરહરણ

વિરોધ : રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી-મતદાન એજન્‍ટ અને મતગણતરી એજન્‍ટની નિમણુંક બાબતના પરિપત્રમાં ‘એજન્‍ટ પર કોઇપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઇએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઇએ' જોગવાઇ આથી રદ કરવામાં આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્‍યો છે અને આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હોવાનું આજે શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં મહેશ રાજપૂત, ડો. હેમાંગ વસાવડાએ જણાવ્‍યું હતું. આ સાથે પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા તથા રૂદ્રદત રાવલ સહિતના આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૪ : સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં મતદાન એજન્‍ટની નિમણુંકના પરિપત્રને લઇને કોંગ્રેસ વિરોધ નોંધાવ્‍યો છે. ચૂંટણી પંચે એજન્‍ટોની નિમણુંકમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવા એજન્‍ટોની નિમણુંક ન કરવાના પરિપત્રને રદ્દ કરી દીધો છે ત્‍યારે આ પત્ર રદ કરવામાં આવે. તેવીમ ાંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ચૂંટણીઓ યોજાય તે પહેલા આ પરિપત્ર તાત્‍કાલિક પાછો ખેંચવામાં આવે, અન્‍યથા આ ચૂંટણી અન્‍યાયી અને અલોકતાંત્રિક ગણાશે. તેમ પત્રકાર પરિષદમાં મહેશ રાજપૂતે અને ડો. હેમાંગ વસાવડાએ જણાવ્‍યું હતું.

આ અંગે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્‍યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજય ચૂંટણી પંચને લેખિત રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે પરિપત્ર/ વહીવટી સુચનાઓ દ્વારા મતદાન એજન્‍ટોની પાત્રતાના માપદંડોમાં ફેરફાર કરાયો છે. આ ફેરાફર મુજબ જે વ્‍યકિતઓ સામે ફોજદારી ગુનાઓ નોંધાયેલા હોય અને જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેમને પણ મતદાન એજન્‍ટ તરીકે નિયુક્‍ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. મુક્‍ત, ન્‍યાયી અને નિર્ભય રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મતદાન એજન્‍ટોની ભૂમિકા અત્‍યંત મહત્‍વની છે. ચૂંટણી પ્રક્રિયામાં મતદાન એજન્‍ટની નિમણૂક એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઉમેદવાર માટે દરેક મતદાન મથક પર રૂબરૂ હાજર રહેવું શકય હોતું નથી, તેથી મતદાન એજન્‍ટો દરેક મથક પર ઉમેદવારના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. લોકશાહી ચૂંટણી એ જ કહેવાય જે મુક્‍ત અને નિષ્‍પક્ષ રીતે યોજાય.

ગુનાહિત પળષ્ઠભૂમિ ધરાવતી વ્‍યક્‍તિઓને મતદાન એજન્‍ટ તરીકે મંજૂરી આપવાથી ચૂંટણી પ્રક્રિયામાં ઁબાહુબલીઁ તત્‍વોનો પ્રવેશ થશે. આવા એજન્‍ટોને કારણે મતદાન અધિકારીઓ તેમજ વિરોધી પક્ષના મતદાન એજન્‍ટોમાં ભયનું વાતાવરણ ભું થવાની પૂરી શકયતા છે. તેથી, વિનંતી છે કે આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ (પંચાયતો, નગરપાલિકાઓ અથવા મહાનગરપાલિકાઓ) ની ચૂંટણીઓ યોજાય તે પહેલાં આ પરિપત્ર તાત્‍કાલિક પાછો ખેંચવામાં આવે, અન્‍યથા આ ચૂંટણી અન્‍યાયી અને અલોકતાંત્રિક ગણાશે.

 

(3:59 PM IST)