<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બાંધકામ સાઇટો-હોસ્‍પીટલો-ભંગારના ડેલાઓ બન્‍યા મચ્‍છરોના ઘરઃ ૧ર૪૦ને નોટીસ

મેલેરીયા વિરોધી માસ અંતર્ગત મનપાની સઘન ઝુંબેશ : પ૨૩ બાંધકામ સાઇટ, ૩૪૧ હોસ્‍પીટલ, લેબોરેટરી કલીનીક ૧૨૩ ભંગારના ડેલા, ર૧૩ ઇન્‍ડસ્‍ટ્રીઝ સહિતના સ્‍થળોએ તપાસ કરતા ૧૨૪૦ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સંભાવના અથવા ઉત્‍પતિ જોવા મળતા રૂા. ૧૧,૮પ૦નો ચાર્જ વસુલ્‍યો

રાજકોટ, તા., ૧૮: મેલેરિયા વિરોધી માસ અંતર્ગત મનપાની સઘન ઝુંબેશ : અંતર્ગત ૧૮ વોર્ડમાં જાહેર પ્રદર્શન, ૩૧ સ્‍થળોએ જનજાગૃતિ રેલી અને રાત્રીસભાઓ યોજાઈ હતી. ૫૨૩ બાંધકામ સાઇટ, ૩૪૧ હોસ્‍પિટલ-લેબ અને ૨૧૩ ઉદ્યોગોની તપાસ કરતા ૧૨૩૯ સ્‍થળોમાં મચ્‍છરોના પોરા જોવા મળતા નોટીસ ફટકારી રૂા.૧૧ હજારનો દંડ વસુલવામાં આવ્‍યો હતો.

શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા જેવા મચ્‍છરજન્‍ય રોગો પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મેલેરિયા મુક્‍ત ગુજરાત અભિયાન અંતર્ગત શહેરભરમાં આરોગ્‍ય શિક્ષણ, જનજાગળતિ અને વાહક નિયંત્રણની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

મનપા દ્વારા લોકોને મચ્‍છરોની ઉત્‍પત્તિ અટકાવવા તથા મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા અંગે જાગળત કરવા માટે શહેરના વિવિધ વિસ્‍તારોમાં જાહેર ઙ્કદર્શન, રેલીઓ અને રાત્રીસભાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ચંદ્રેશ પાર્ક, જલગંગા ચોક, મહાકાળી ચોક, નાનામોવા સર્કલ, ગાંધીનગર, આકાશવાણી ચોક, ભવાનીનગર, માધાપર ગામ, જાગનાથ મંદિર સહિત કુલ ૧૮ વોર્ડમાં મચ્‍છર, મચ્‍છરના પોરા અને પોરાભક્ષક માછલીના જીવંત પ્રદર્શન યોજાયા હતા. બેનર, પોસ્‍ટર અને માહિતીપત્રિકાઓ મારફતે નાગરિકોને વાહકજન્‍ય રોગો સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

 મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને આયુષ્‍માન આરોગ્‍ય મંદિરો દ્વારા ૩૧ સ્‍થળોએ જનજાગળતિ રેલીઓ યોજાઈ હતી. ઉપરાંત, રાત્રિના સમયે બહોળી સંખ્‍યામાં લોકો એકત્ર થતા હોય તેવા વિસ્‍તારોમાં રાત્રીસભાઓ યોજી મચ્‍છરજન્‍ય રોગો અંગે માહિતી આપવામાં આવી હતી.

સઘન વાહક નિયંત્રણ ઝુંબેશ દરમિયાન શહેરની ૫૨૩ બાંધકામ સાઇટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૭૫ સ્‍થળોએ મચ્‍છરની ઉત્‍પત્તિ થવાની સંભાવના અથવા મચ્‍છરના પોરા જોવા મળતા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૩૪૧ હોસ્‍પિટલ, લેબોરેટરી અને ક્‍લિનિકોની તપાસ દરમિયાન ૬૯ સંસ્‍થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

શહેરના ૧૨૩ ભંગારના ડેલા અને ટાયર વેપારીઓના સ્‍થળોની તપાસમાં ૯૨ સ્‍થળોએ ખામી જોવા મળતાં નોટિસ આપવામાં આવી હતી. ૧૨૩ સેલર ધરાવતા બિલ્‍ડિંગોમાંથી ૬૨ બિલ્‍ડિંગોને નોટિસ આપવામાં આવી હતી. તેમજ ૨૧૩ ઉદ્યોગોની તપાસ દરમિયાન ૧૪૪ ઉદ્યોગોને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત ૮૭ ધાર્મિક સ્‍થળોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મચ્‍છરની ઉત્‍પત્તિ જોવા મળતાં વિવિધ બાંધકામ સાઇટો, બેંકો, હોસ્‍પિટલો, ઉદ્યોગો તથા વ્‍યાવસાયિક સંસ્‍થાઓ સામે કાર્યવાહી કરીને કુલ ૧,૨૩૯ પ્રિમાઇસીસને નોટિસ આપવામાં આવી હતી અને ઈં ૧૧,૮૫૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્‍યો હતો.

મનપાએ સ્‍પષ્ટ કર્યું છે કે સમગ્રદ્દ જૂન માસ દરમિયાન શાળાઓ, કોલેજો, હોટેલો, મોલ, સરકારી કચેરીઓ તથા અન્‍ય જાહેર અને ખાનગી ઙ્ઘિમાઇસીસમાં વાહક નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પાણી ભરેલા તમામ પાત્રો ઢાંકીને રાખવા, કુંડા, પક્ષીકુંજ, એરકૂલર અને ફ્રિજની ટ્રે નિયમિત સાફ કરવા, ઘરની આસપાસનો ભંગાર દૂર કરવા તેમજ મચ્‍છરદાની અને રિપેલન્‍ટનો ઉપયોગ કરવા જેવી સાવચેતી રાખે. તાવ આવે તો તાત્‍કાલિક નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં લોહીની તપાસ કરાવવી જોઈએ. મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્‍છરો ચોખ્‍ખા અને સ્‍થિર પાણીમાં ઉત્‍પન્ન થતા હોવાથી દરેક નાગરિક પોતાની આસપાસ સ્‍વચ્‍છતા જાળવી મનપાની આ ઝુંબેશમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે

 

(3:51 PM IST)