<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સોના-ચાંદીના ભાવમાં સતત કડાકો

નવી દિલ્‍હીઃ દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૫ સપ્‍ટેમ્‍બરની સવારે મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્‍હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૮૨૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે. દિલ્‍હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૮૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે, જ્‍યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૪૦,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. 

મુંબઈ અને કોલકાતામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૯,૯૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે, જ્‍યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૬૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.  ચેન્નાઈમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્‍યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૯,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.  અમદાવાદ ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. જ્‍યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૯,૯૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.  પુણે અને બેંગલુરુ બંને શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૨,૬૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે, જ્‍યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૯,૯૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત છે. ૨૫ સપ્‍ટેમ્‍બરની સવારે ચાંદી ઘટીને રૂ.૨,૪૪,૯૦૦ પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. એક દિવસ પહેલા દિલ્‍હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં રૂ.૫,૦૦૦નો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્‍ટ્રીય બજારમાં સ્‍પોટ સિલ્‍વરનો ભાવ ડોલર ૬૩.૬૦ પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્‍યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ વધીને રૂ.૪ લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્‍તરે પહોંચ્‍યો હતો

(3:48 PM IST)