News of Saturday, 4th July 2026
સહકારી ક્ષેત્રના દિગ્ગજો હવે રેડિયોના સથવારેઃ રાજકોટ નાગરીક બેંકના ચેરમેન દિનેશ પાઠકનો વિશેષ સંવાદ
સામાન્ય માનવીના આર્થિક ઉત્થાન માટે સહકારી બેંકોની ભૂમિકા અંગે થશે સચોટ ચર્ચાઃ વિજય બેંકના નિકુંજ ધોળકીયા, ધરતી બેંકના રાજુ ભંડેરી અને સહકારી સંઘના જયશ્રીબેન ત્રીવેદી પણ જોડાશે

રાજકોટઃ વૈશ્વિક સહકારી સપ્તાહ (૨૯ જૂન થી ૪ જુલાઈ)ની ઉજવણી અંતર્ગત ૮૯.૬ એફએમ રેડિયો રાજકોટ દ્વારા સહકારી પ્રવૃત્તિઓ અને તેના મહત્વને જન-જન સુધી પહોંચાડવા માટે એક વિશેષ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ શ્રેણી અંતર્ગત, સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ચેરમેન દિનેશભાઈ પાઠકનો એક વિસ્તૃત અને માહિતીસભર ઈન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન તેઓએ સહકારી બેંકોની કાર્યપદ્ધતિ, સામાન્ય માનવીના આર્થિક ઉત્થાનમાં તેનું યોગદાન અને ભવિષ્યના આયોજનો અંગે ખૂબ જ સરળ અને સચોટ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ખાસ કાર્યક્રમનું પ્રસારણ આને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ૮૯.૬ એફએમ રેડિયો રાજકોટ પર કરવામાં આવેલ. આ બે કલાકના વિશેષ પ્રસારણ દરમિયાન શ્રી દિનેશભાઈ પાઠકના ઈન્ટરવ્યુ ઉપરાંત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય તજજ્ઞો અને આગેવાનોના મંતવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
૮૯.૬ એફએમ રેડિયો રાજકોટની ટીમ દ્વારા રાજકોટ અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકો તેમજ સહકારી ક્ષેત્રના હિતધારકોને આ પ્રેરણાદાયી અને માહિતીસભર કાર્યક્રમ સાંભળવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
સહકાર સપ્તાહ વિશેષ ટોક શોનું, પ્રસારણ આખો દિવસ, રેડિયો સ્ટેશનઃ ૮૯.૬ એફએમ રેડિયો રાજકોટ Website: www.radiorajkot.in તેમજ યુટ્યુબમાં પણ ફુલ ઇન્ટરવ્યુ જોઈ શકાશે.
સહકારી બેન્કિંગ ક્ષેત્રે ૩૮ વર્ષ જેટલો દીર્ઘકાલીન અનુભવી અને લાંબા સમયથી સક્રિય એવા હિતેશભાઈ શુક્લ દ્વારા આ મુલાકાત લેવામાં આવી હતી તેમજ સહકાર વિષયમાં પીએચડી કરી ડોક્ટ્રેટ થયેલ છે, સહકાર ભારતી સાથે સક્રિય રીતે જોડાયેલ છે તથા હાલમાં તેઓ કો-ઓપરેટિવ એજ્યુકેશન અને ટ્રેનિગનું કામકાજ કરી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત આવતા દિવસોમાં અન્ય સહકારી આગેવાનો જેવા કે, વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ના ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા, ધરતી કો ઓપરેટિવ બેંક લિ. મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજુભાઈ ભંડેરી, રાજકોટ સહકારી સંઘના સીઇઓ શ્રીમતિ જયશ્રીબેન ત્રિવેદી વગેરેના ઇન્ટરવ્યૂ પ્રસારિત થશે તેમ મિડીયા કો-ઓર્ડીનેટર શ્રી અલ્પેશ મહેતા (મો.૯૪૨૮૮ ૯૪૪૪૯) એ જણાવ્યું છે.
(૧) વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ના ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા વ્યવસાયે એડવોકેટ છે. તેઓ અગાઉ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. માં શાખા વિકાસ સમિતિમાં સેવા આપી ચૂક્યા છે અને હાલમાં અનેક સામાજિક સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે. (૨) ધરતી કો ઓપરેટિવ બેંક લિ. મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજુભાઈ ભંડેરી યુવા સહકારી અગ્રણી છે અને અનેક સંસ્થામાં સક્રિય યોગદાન પૂરું પડે છે. (૩) રાજકોટ જિલ્લા સહકારી સંઘના મહિલા સીઇઓ શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદી ફરજ બજાવી રહ્યા છે. તેઓ રાજકોટ જિલ્લા સંઘમાં છેલ્લા ૩૨ વર્ષથી દીર્ઘકાલીન સેવાઓ આપી રહ્યા છે અને ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં ફક્ત મહિલા સીઇઓ છે તે પૈકી એક હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે
(2:22 PM IST)










