<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કોર્પોરેશનનું વીજળી બિલ કરોડોમાં! ચાલુ વર્ષે છ મહિનામાં જ રૂ.૩૫.૧૬ કરોડનો ખર્ચ

વીજળીના જંગી ખર્ચ વચ્‍ચે સોલાર પ્‍લાન્‍ટનો સહારોઃવ્‍યાજમાફી યોજનામાં ૧૦,૩૬૪ કરદાતાઓને લાભ

રાજકોટઃ મ્‍યુનિ.કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં. ૫ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય સંજયભાઈ ચાવડાએ કોર્પોરેશનના વીજળી ખર્ચ અને સોલાર પાવર પ્‍લાન્‍ટ અંગે સવાલો ઉઠાવ્‍યા હતા. અધિકારીઓએ આપેલા જવાબ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વીજળી પાછળ રૂ. ૩૫.૧૬ કરોડનો ખર્ચ થયો છે. જ્‍યારે કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૨ મેગાવોટની ક્ષમતાનો સોલાર પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવ્‍યો હોવાનું જણાવાયું હતું.

સંજયભાઈ ચાવડાએ મિલકતવેરાની વ્‍યાજમાફી યોજના અંગે પણ વિગતો માંગી હતી. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, ૧૨ નવેમ્‍બર સુધીમાં ૧૦,૩૬૪ કરદાતાઓએ વ્‍યાજમાફી યોજનાનો લાભ લીધો છે. આ યોજના અંતર્ગત કોર્પોરેશનની તિજોરીમાં રૂ. ૨.૬૩ કરોડ જમા થયા છે, જ્‍યારે રૂ. ૨.૪૦ કરોડનું વ્‍યાજ માફ કરવામાં આવ્‍યું છે

(4:15 PM IST)