તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ટીપીના પ્લોટ પર દબાણો અટકાવવાની જવાબદારી કોર્પોરેટરોની પણઃ ડો.પ્રદિપ ડવ
જંગલેશ્વર ડિમોલીશનમાં કશું ગેરકાયદે થયું નથીઃ પાત્ર લોકોને આવાસ મળે તે માટે સરકાર અને કોર્પોરેશન પ્રયાસરત

રાજકોટ, તા.૨૦: જંગલેશ્વર ડિમોલીશન મુદ્દે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવે જનરલ બોર્ડમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં હાથ ધરવામાં આવેલી ડિમોલીશનની સમગ્ર કામગીરી નિયમ મુજબ કરવામાં આવી છે. તેમાં કોઈ ગેરકાયદે કાર્યવાહી કરવામાં આવી નથી. ટીપીના અનામત પ્લોટ પર ગેરકાયદે દબાણો ન થાય તેની જવાબદારી માત્ર અધિકારીઓની જ નહીં, પરંતુ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પણ છે. ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ડિમોલીશનથી અસરગ્રસ્ત થયેલા પાત્ર લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે અને એક પણ પાત્ર પરિવાર ઘરવિહોણો ન રહે તે માટે રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકા પ્રયાસ કરી રહી છે. તેમણે બોર્ડમાં ભારે હોબાળા વચ્ચે ડિમોલીશન અંગે તર્કબદ્ધ વિગતો રજૂ કરી કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.
(4:13 PM IST)










