<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

૧૫ દિવસ પહેલા સોની બજારમાં થયેલી સોનાની લૂંટનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્‍યોઃ રાજસ્‍થાન-મુંબઇના ૩ ઝડપાયા

મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે...કહી લિફટ લઇ છરી અડાડી સોનાના તારની લૂંટ ચલાવી હતી : મુળ રાજસ્‍થાનનો યુવાન સચીન મીણા ભોગ બન્‍યો હતોઃ શીવલાલ મેઘવાર, શ્રવણ ચોૈધરી, રાજુરામ કીર ઝડપાયાઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચનાથી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એ. એન. પરમાર, વી.ડી. ડોડીયા, વી. ડી. રાવલીયા, એસ. એમ. રાણાની ટીમની કામગીરીઃ રૂપિયા ૩.૯૦ લાખનું સોનુ કબ્‍જે કરાયું હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, પુષ્‍પરાજસિંહ ગોહિલ, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા, અરવિંદભાઇ ફતેપરાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેરમાં દિવાળીના તહેવાર અગાઉ આજથી પખવાડીયા પહેલા એક રાજસ્‍થાની વેપારીને ત્‍યાં કામ કરતો અને ત્‍યાં જ રહેતો ૧૯ વર્ષનો રાજસ્‍થાની યુવાને શેઠ પાસેથી રૂા. ૪ લાખની સોનાના તારની લગડી લઇ એક્‍ટીવામાં બેસી બીજા વેપારીને આપવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં અજાણ્‍યા શખ્‍સે ઉભો રાખી ‘મેરે પૈર મેં ચોટ હૈ આગે તક છોડ દે' કહી લિફટ માંગી હતી અને પાછળ બેસી જઇ એક્‍ટીવા થોડે આગળ જતાં ચાલકને છરી અડાડી તેની પાસેથી સોનુ લૂંટી ભાગી ગયો હતો. એ-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી રાજસ્‍થાન-મુંબઇના ૩ શખ્‍સોને ઝડપી લઇ રૂા. ૩,૯૦,૦૦૦નું સોનુ કબ્‍જે કર્યુ છે.

લૂંટનો ગુનો દાખલ થયા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, પુષ્‍પરાજસિંહ ગોહિલ, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા અને અરવિંદભાઇ ફતેપરાને બાતમી મળી હતી કે આ લૂંટમાં સામેલ એક શખ્‍સ રાજસ્‍થાન રહે છે. તેના આધારે પેગરૂ દબાવ્‍યું હતું અને રાજસ્‍થાનના પાલી મારવાડ જગદંબા કોલોની, કેશવનગર સુમેરપુર રોડ પર રહેતાં શીવલાલ છોગારામ મેઘવાર (ઉ.વ.૨૮)ને દબોચી લીધો હતો.  તેની પુછતાછમાં તેની સાથે આ લૂંટમાં તેના બે મિત્રો શ્રવણ ચેલારામ ચોૈધરી (ઉ.વ.૨૫-રહે. રૂમ નં. ૬૪, આર. બી. યાદવ કગાલ, નરસીપાલા કાંદીવલી ઇસ્‍ટ મુંબઇ) અને રાજુરામ ભંવરલાલ કીર (ઉ.વ.૩૯-રહે. કીરોકી ધાણી-૫૯/૨, માનપુરા પાલી મારવાડ) પણ સામેલ હોવાનું કબુલતાં આ બંનેને પણ પકડી લીધા હતાં.

ત્રણેય આરોપીઓ પાસેથી ૩,૯૦,૦૦૦નો સોનાનો તાર ૪૩.૦૩૦ ગ્રામ ૧૬ કેરેટનો કબ્‍જે કર્યો છે. આ ત્રણેય મિત્રો છે. જેમાં શીવલાલ છુટક મજૂરી કરે છે, શ્રવણ ઇમીટેશન જ્‍વેલરીનો વેપાર કરે છે અને રાજુરામ ખેતી કરે છે. શીવલાલે દિવાળી ટાણુ હોઇ પૈસાની જરૂર હોઇ લૂંટનો પ્‍લાન ઘડયો હતો. બાદમાં ત્રણેય રાજકોટ ખાનગી વાહનમાં આવ્‍યા હતાં. અહિ શીવલાલે સોની બજારમાં રેકી કરી હતી અને એક દૂકાનમાંથી કારીગર સોનુ લઇ નીકળતાં લિફટ લઇ છરી બતાવી સોનાનો તાર લૂંટી લીધો હતો. આગળ તેના સાગ્રીતો હોઇ તેની પાસે જઇ બાદમાં ત્રણેય ભાગી ગયા હતાં.

ગત તા. ૪/૧૧ના રોજ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર માંડવી ચોક પાસે જુઠા દોશીની શેરીમાં બાલાજી તારવાળાની દુકાનમાં રહેતાં અને તયાં જ કામ કરતાં મુળ રાજસ્‍થાનના પાલીના સુમેરપુર તાબેના હીંગોલા ગામના વતની સચીન મુલારામ મીણા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે લૂંટનો ગુનો નોંધ્‍યો હતો. સચીન તેના ઓળખીતા ઉમેદારામ હીરારામ ચોૈેહાણની સાથે રહી સોની કામની મજુરી કરતો હોઇ શેઠ ઉમેદારામ ચોૈહાણની  બાલાજી તારવાળાની દુકાનેથી સોનાનો તાર લઇે કોઠારીયા ચોકી પાસે દુકાન ધરાવતાં નિર્મલભાઇ પરમારને આપવા જતો હતો ત્‍યારે દુકાન નજીક જ તેના એક્‍ટીવામાં હિન્‍દીભાષીએ લિફટ લઇ બાદમાં છરી બતાવી સોનાનો તાર લૂંટી લીધો હતો.

જે તે વખતે પોલીસને એક જ આરોપી હોવાની જાણકારી મળી હોઇ તે અંગે ગુનો નોંધ્‍યો હતો. પણ તપાસ થતાં ભેદ ઉકેલાતા કુલ ત્રણ આરોપી સામેલ હોવાનું ખુલતાં ત્રણેયને પકડી લેવાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસપીી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ  ડી. પી. ઝાલા, એ. એન. પરમાર, વી.ડી. ડોડીયા, વી. ડી. રાવલીયા, એસ. એમ. રાણા અને એએસઆઇ યશવંતભાઇ ભગત, વિજયરાજસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, દિગપાલસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, ભાવેશભાઇ પરમાર, સમીરભાઇ શેખ, સંજયભાઇ દાફડા, હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, અનુજભાઇ ડાંગર, મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ, રાહુલભાઇ ગોહિલ, રાજેશભાઇ જળુ, સાગરભાઇ માવદીયા, મુકેશભાઇ સબાડ, તુલસીભાઇ ચુડાસમા, અમિતભાઇ ટુંડીયા, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, દિપકભાઇ ચોૈહાણ, ભાનુશંકર ધાંધલા, મનિષભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, ધારાભાઇ વાનરીયા, રવિભાઇ ગઢવી, રાજદિપભાઇ પટગીર, લાલજીભાઇ હાડગરડા, પુષ્‍પરાજસિંહ ગોહિલ, યજુર્વેન્‍દ્રસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, વિજુભા જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ કુંચાલા, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, સંજયભાઇ ખાખરીયા, જીલુભાઇ ગરચર, નિકુંજભાઇ મારવીયા, અરવિંદભાઇ ફતેપરા, ધર્મેશભાઇ ખાંડેખા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રસિંહ રાણા, મયુરધ્‍વજસિંહ જાડેજા, રાજેશભાઇ રંગાણી, ગોપાલભાઇ પાટીલ, દિવ્‍યરાજસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ઝાલા, પોપટભાઇ ગમારા, રઘુવીરસિંહ જાડેજા, અશ્વીનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી છે.

(3:56 PM IST)