<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ઘાંચીવાડમાંથી ઘોડાના તબેલાવાળા અરબાઝને દેશી પિસ્‍તોલ, કાર્ટીસ સાથે ડીસીબીએ દબોચ્‍યો

ઓડીયા ગેંગ સાથે માથાકુટ હોવાથી હથીયાર રાખ્‍યાનું રટણઃ અગાઉ બે ગુનામાં સંડોવણીઃ મહેશભાઇ, દિપકભાઇ, પ્રદિપસિંહ, રાજેશભાઇની બાતમી પરથી કાર્યવાહીઃ રીમાન્‍ડની તજવીજ

રાજકોટ તા. ૨૫: ક્રાઇમ બ્રાંચે બે શખ્‍સોને એક દેશી પિસ્‍તોલ, બે તમંચા અને કાર્ટીસ સાથે પકડયા બાદ વધુ એક શખ્‍સને દેશી પિસ્‍તોલ અને એક જીવતા કાર્ટીસ સાથે  પકડી લીધો છે. ઘાંચીવાડના શખ્‍સને તેના ઘર નજીક નદી કાંઠેથી દબોચી લેવાયો હતો. આ શખ્‍સ ઘોડાનો તબેલો ધરાવે છે અને પોતાને અગાઉ ગુજસીટોકમાં ધકેલાયેલી ઓડીયા ગેંગ સાથે માથાકુટ ચાલતી હોવાથી આ હથીયાર રાખ્‍યાનું રટણ કર્યુ હતું.  

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, પ્રદિપસિંહ જાડેજા તથા રાજેશભાઇ જળુને બાતમી મળી હતી તેના આધારે ઘાંચીવાડ નદીના કાંઠે ઘોડાના તબેલા નજીકથી અરબાઝ અલ્‍તાફભાઇ દોઢીયા (ઉ.વ.૨૮-રહે. ઘાંચીવાડ-૨/૭, જીલ્લા ગાર્ડન ચોક)ને પકડી લેવાયો હતો. તેની પાસેથી રૂા. ૧૦ હજારની એક દેશી પિસ્‍તોલ અને રૂા. ૧૦૦નો જીવતો કાર્ટીસ મળતાં આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ અરબાઝ દોઢીયા અગાઉ એ-ડિવીઝનમાં મારામારી અને થોરાળા પોલીસમાં ધાકધમકીના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. હાલ તે ઘોડાનો તબેલો ચલાવે છે. તેણે એવુ રટણ કર્યુ હતું કે ઓડીયા ગેંગ સાથે માથાકુટ હોવાથી એક પરિચીત મારફત આ પિસ્‍તોલ લીધી હતી. પોલીસ હથિયાર સપ્‍લાય કરનારને શોધવા અરબાઝના રીમાન્‍ડ મેળવી વધુ તપાસ કરશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. દિપકભાઇ ડાંગર, ધારાભાઇ વાનરીયા, જયરાજભાઇ કોટીલા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, સંજયભાઇ રૂપાપરા, રાજેશભાઇ પટેલની ટીમે આ કામગીરી કરી હતી.

(2:27 PM IST)