તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 19th June 2026
મહાત્મા મ્યુઝિયમ પાસેથી અર્ધબેભાન મળેલા પુરૂષનું મોતઃ વાલીવારસની શોધ
સારવાર વખતે પોતાનું નામ કેતનભાઇ ઝરીયા જણાવ્યું હતું: સગાએ એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૯: ભાભા હોટેલ નજીક મહાત્મા મ્યુઝીયમ પાસે અજાણ્યો આશરે ૪૦ વર્ષનો પુરૂષ અર્ધબેભાન હાલતમાં મળી આાવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. આ યુવાન બિમાર હોઇ દાખલ કરી સારવાર શરૂ કરાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન ૧૮મીએ તેનું મૃત્યુ થયું છે. આ યુવાન સારવારમાં હતો ત્યારે પોતાનું નામ કેતનભાઇ ઝરીયા જણાવ્યું હતું. મૃતકે ગ્રે રંગનું આખી બાંહનું કોલર વગરનું ટીશર્ટ અને કાળુ જીન્સ પહેરેલુ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીજન પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૭૪૩૬ ઉપર સંપર્ક કરવો. વધુ તપાસ પીએસઆઇ એચ. ટી. જીંજાળા ચલાવી રહ્યા છે.
(11:56 AM IST)










