<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મહિકાથી ઠેબચડા વચ્‍ચેના રોડ પરથી અજાણ્‍યા પુરૂષની કોહવાયેલી લાશ મળી

આશરે ૩૫થી ૩૮ વર્ષના યુવાનની ઓળખ મેળવવા આજીડેમ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૪: રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્‍ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્‍યા આશરે ૩૫ થી ૩૮ વર્ષના પુરૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે.

રોડ સાઇડમાં એક પુરૂષનો ફુલાઇ ગયેલો દુર્ગંધ ફેલાવતો મૃતદેહ પડયો હોવાની  જાણ કરતાં ૧૦૮ના ઇએમટી વિશાલભાઇ સોલંકી મારફત થતાં હેડકોન્‍સ. જયપાલભાઇ દવેએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ડી. કે. ધાંધલા સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો છે. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. મૃતકના કોઇ વાલીવારસ કે પરીચીત હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પોસ્‍ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે.

 

(11:37 AM IST)