News of Saturday, 16th May 2026
અમેરિકાવાસી રાજકોટની દીપાલી દશાણીને જૂનાગઢની યુનિ.માંથી ડોકટરેટની પદવી
બેંર્કીંગ ક્ષેત્રે રઘુવંશી સમાજના દશાણી અને જોબનપૂત્રા પરિવાનું ગૌરવ વધાર્યુ

રાજકોટઃ શ્રીમતી જયશ્રીબેન અને શ્રી રાજેન્દ્રભાઇ મથુરાદાસ દશાણીની સુપુત્રી ચિ. દીપાલી અમેરિકાના ન્યુજર્સીના યુનિયન સીટીમાં શ્રી અક્ષય લલિતકુમાર જોબનપુત્રા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને ત્યાં સ્થાયી થઇ છે. તેણીએ બેંર્કીંગ ક્ષેત્રમાં સંશોધન કરી જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ડીરેકટર જૂનાગઢ નિવાસી શ્રી પ્રદીપ ખીમાણીએ તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપેલ.
ડો. દીપાલી દશાણી (જોબનપૂત્રા) એ જુનાગઢની યુનિવર્સિટીના કોમર્સ વિભાગના વિદ્વાન ડો. સુરેશ જે. ભોયેના માર્ગદર્શન હેઠળ ‘એ કંપેરેટીવ સ્ટડી ઓન ઇ-બેકીંગ સર્વીસ બીટવીન પબ્લિક એન્ડ પ્રાઇવેટ બેંકસ ઇન ઇન્ડિયા વિષય પર સંશોધન કરી ડોકટરેટની પદવી મેળવી છે. તેણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટની કાંતાસ્ત્રી વિકાસ ગૃહમાં અને માધ્યમિક શિક્ષણ એસ.જી. ધોળકિયા સ્કુલમાં મેળવેલ જે.એચ. ભાલોડિયા કોલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાંથી માસ્ટર ડીગ્રી મેળવેલ. બેંર્કીગ ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ પણ છે. તેણીની સમગ્ર કારકિર્દી ઝળહળતી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રની સર્વોચ્ચ પદવી મેળવી દીપાલીએ રઘુવંશી સમાજના દશાણી પરિવાર અને જોબનપૂત્રા પરિવાનું ગૌરવ વધાર્યુ છે.
(12:25 PM IST)










