<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અષાઢીબીજે જય ગણેશ હિરો દ્વારા ૧૦૧ ઇલેકટ્રીક સ્‍કુટરની ડીલીવરી

 

રાજકોટ : જય ગણેશ હિરો દ્વારા હિરો મોટો કોર્પ., પ્રિમીયમ બ્રાન્‍ડ વિડાની ૧૦૧ ઇલેકટ્રીક સ્‍કુટરની અષાઢી બીજના પવિત્ર દિવસે આરપીજે હોટલ ખાતે યુવા મેયર ડૉ. નેહલભાઈ શુકલના હસ્‍તે ડીલીવરી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિડા કંપનીના નિખીલ સર, સર્વિસ એન્‍જીનીયર રાહુલ પટેલ અને જય ગણેશ હિરો (વિડા)ના ચેરપર્સન અશોકભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટને હરીયાળુ અને પ્રદુષણ મુકત બનાવવાના હેતુથી વધુમાં વધુ લોકો ઇલેકટ્રીક સ્‍કુટરનો ઉપયોગ કરતા થાય એના માટે જય ગણેશ હિરો દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ૧૦૧ ઇલેકટ્રીક સ્‍કુટરની ડીલીવરી સમારોહ પ્રસંગે પધારેલા ગ્રાહક પરિવારનો આભાર વ્‍યકત કરતા અશોકભાઈ પટેલે જણાવ્‍યુ હતુ કે પર્યાવરણને અનુકુળ પરિવહનને પ્રોત્‍સાહન આપવાનો અમારો ઉદેશ છે. ગ્રાહકોએ અમારી વિડા બ્રાન્‍ડ પર જે વિશ્વાસ વ્‍યકત કર્યો છે તે રાજકોટમાં ઇલેકટ્રીક વાહનો પ્રત્‍યે લોકોના વધતા જતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. વિડાના ફિચર્સ, લુક અને માઇલેજ ગ્રાહકોને આકર્ષીત કરી રહ્યા છે.

 વિડાની ડીલીવરી પ્રસંગે ખાસ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા રાજકોટના યુવા મેયર ડૉ. નેહલભાઈ શુકલએ જણાવ્‍યુ હતુ કે રાજકોટને ગ્રીન અને પોલ્‍યુશન મુકત બનાવવા માટે લોકોએ ઇલેકટ્રીક વાહનોનો વપરાશ વધારવો જોઇએ જેથી લોકોનું સ્‍વાસ્‍થ્‍ય પણ સુધરશે અને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે.

(3:00 PM IST)