<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ડિલીવરી બોયની ‘રોંગ ડિલીવરી' : ૪.૫૬ લાખનું ચાંદીની જવેલરીનું પાર્સલ ચોરનાર અંતે ઝડપાયો

છનન... છનન.. બાજે પાયલીયાઃ ક્રાઇમબ્રાંચે દબોચી લીધો : પાર્સલ ઓફિસના તાળા તોડી ‘ફાસ્‍ટ ડિલીવરી' કરનાર રાજસ્‍થાનના અનિલ શર્માને દબોચી ૨.૭૪ લાખનો મુદામાલ કબ્‍જે કરાયો : પીઆઇ એ.એસ. ચાવડા એમ.એલ ડામોર, સી.એસ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી.પી. ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટ, તા.૨: સામાકાંઠે રણછોડ નગરમાં સોમાજી લોજીકસ એન્‍ડ પાર્સલ સર્વિસીસ પ્રા.લી. નામની ઓફીસની શટરનું તાળુ તોડી રૂા.૪.૫૬ લાખના ૩.૫૫૩ કિ.ગ્રા. ચાંદીની જવેલરીનું પાર્સલ ચોરી કરવાના ગુનાનો ભેદ ક્રાઇમબ્રાંચે ઉકલેલી નાખી રાજસ્‍થાનના ડિલેવરી બોયને ઝડપી લીધો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ સામાકાંઠે રણછોડનગર શેરી નં.૧૪માં પ્રગતી કોમ્‍પલેક્ષ પાસે આવેલી સોમાની લોજીકસ એન્‍ડ પાર્સલ સર્વિસીસ પ્રા.લી. નામની ઓફિસના શટરનું તાળુ તોડી તસ્‍કરો ઓફિસમાંથી બંસી જવેલર્સની ચાંદીનું જવેલર્સનું પાર્સલ કે જે રૂા. ૪.૫૬ લાખની કિંમતનું ૩.૫૫૩ કિલો ચાંદીનું જવેલરીનું પાર્સલ હતુ તે ચોરી ગયાની ઓફિસ સંચાલક રાજસ્‍થાનના નારાયણ સુશીલકુમાર સોમાજી (ઉ.વ.૩૬ રહે સત્‌ગુરૂ એપાર્ટમેન્‍ટ, પારેવડી ચોક) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંૅધાવી હતી.

બીજી તરફ શહેર પોલીસ કમિશનર બ       બ્રજેશ કુમાર ઝા, જેસીપી. ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ બી.બી. બસીયાની સુચનાને પગલે ક્રાઇમબ્રાંચના પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એસ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી.પી. ઝાલાની ટીમે બાતમીના આધારે અનીલ પ્રકાશભાઇ ડિલેવરીમેન શર્મા (ઉ.વ. ૨૧ રહે રાજસ્‍થાન)ને દબોચી લઇ રૂા. ૨.૭૧ લાખની કિંમતના મહિલાઓના પગમાં પહેરવાના કળા, પાયલ ૪૦ જોડી અને ફોન સહિત રૂા. ૨.૭૪ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી ક્રાઇમ બ્રાંન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.એસ.ચાવડા એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્‍સ. ડી.પી. ઝાલા તથા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, પો. હેડ કોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, રાજદીપભાઇ પટગીર, અમિતભાઇ ટુંડીયા, પુષ્‍પરાજસિંહ ગોહીલ, મોહિલરાજસિંહ ગોહિલ તથા પો. કોન્‍સ. અરવિંદકુમાર ફતેપરાઘ, કિશનભાઇ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારા, રઘુવીરસિંહ જાડેજા દ્વારા કરાઇ હતી.

(3:23 PM IST)