News of Saturday, 28th November 2026
પડધરી તાલુકાના ફતેપર ગામની ખેતીની જમીન અંગે કરેલ રસ્તાની માંગણી માટે થયેલ રીવીઝન અરજી નામંજુર
ખેતીની જમીનમાં આવવા-જવા માટે બિનખેતી જમીનમાંથી કાયદેસરનો ગાડા માર્ગ મામલતદાર કોર્ટ એકટ હેઠળ મળી શકે નહી, - માત્ર સિવિલ કોર્ટ ને જ સતા અને અધિકાર છે કેસ રજીસ્ટરેથી કમી કરતો વધુ એક મહત્વનો ચુકાદો આપતા રાજકોટ પ્રાંત-ગ્રામ્ય અધિકારીશ્રી

રાજકોટઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મોજે ગામઃ ફતેપરના રેવન્યુ સર્વે નં.૬૭ જેનું ક્ષેત્રફળ હે.આરે. ચો.મી.આ.૧-૬૨-૯૫ વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટે કાયદેસરના હલણ માટેનો ગાડા માર્ગ માટે ખેડવાણ જમીનની બાજુમાં આવેલ રેવન્યુ સર્વે નં.૬૬ ની (ઓબ્લોકસીયશ અને હેઝાર્ડસ સિવાયના હેતુ માટે) ઔદ્યૌગિક બીનખેતીમાં રૂપાંતર થયેલ હોય જેમાંથી રસ્તા માંગણી કરતી અરજી. કરેલ હતી.
આ રેવન્યુ સર્વે નં.૬૬ ના પ્લોટ નં.૧ તથા પ્લોટની જમીન ચો.મી.આ.૫૦૦૯-૦૧ ચંદ્રિકાબેન અશ્વિનભાઈ ગણાત્રાએ રજી.વેચાણ દસ્તાવેજથી મહેશભાઈ મીઠાભાઈ કોરાટ પાસેથી કાયદેસર રીતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની તમામ જોગવાઈનું પાલન કરી ખરીદ કરી ફાયદેસરના માલીકી હકક મેળવી કબ્જેદાર બનેલ હતાં.
ત્યારબાદ કરશનભાઈ નાથાભાઈ મુંગરા મોહનભાઈ ખીમાભાઈ ડોબરીયાએ તેમની માલીકીની ખેડવાણ જમીન સરળ રીતે પ્રવેશ મેળવવા અંગે ચંદ્રિકાબેન અશ્વિનભાઇ ગણાત્રાની માલીકીની બિનખેડવાણ જમીન માંથી હલણ માટેનો રસ્તો મેળવવા મામલતદાશ્રી પડધરી સમક્ષ મામલતદાર કોર્ટ એકટ કલમ-૫ હેઠળ કેસ નં.૧૧/૨૦૨૩થી દાખલ જેમાં અરજદારની અરજી મંજુર કરતો હુકમ કરેલ.ત્યાર બાદ મામલતદાશ્રીના હુકમથી નારાજ થઈ ચંદ્રિકાબેન અશ્વિનભાઈ ગણાત્રાએ નાયબ કલેકટરશ્રી તથા -ાંત અધિકારીશ્રી રાજકોટ-ગ્રામ્ય સમક્ષ રીવીઝન કેસ નં.૦૧/૨૦૨૪થી દાખલ કરેલ જેમાં મમાલતદાશ્રી એ કેસ ૧૧/૨૦૨૩ અન્વયે કરેલ હુકમ રદ કરી નવેસરથી કેસ ચલાવવા કેસ રીમાન્ડ કરતો હુકમ કરેલ જેથી મામલતદારશ્રી પડધરી સમક્ષ રીમાન્ડ કેસ નં.૦૨/૨૦૨૪ ચાલતા જે અંગે મામલતદારશ્રીએ કેસના ગુણદોષમાં ઉતર્યા વિના કેસ રજીસ્ટરેથી કમી કરતો હુકમ કરેલ. સરદહું રીમાન્ડ કેસના હુકમને કરશનભાઈ નાથાભાઈ મુંગરા મોહનભાઇ ખીમાભાઈ ડોબરીયાએ -ાંત અધિકારીશ્રી રાજકોટ ગ્રામ્ય સમક્ષ ફરી પડકારતા ૬ રીવીઝન કેસ નં.૧૪/૨૦૨પથી દાખલ થયેલ અને પ્રાંત અધિકારીશ્રી સમક્ષ કેસ ચલાવવામાં આવેલ.
આ કેસ કામે બંને પક્ષકારના વકીલશ્રી દલીલો કરી હતી જેમાં સામાવાળાના વકીલશ્રી પરેશ એન.કુકડીયા તથા વકીલશ્રી પાર્થ બી. કોટક એ જણાવ્યું હતું કે અરજદાર દ્રારા ખોટી માંગણી કરેલ હોય તેમજ મામલતદાર કોર્ટ એકટની કલમ-૫ હેઠળ જે કેસ ચાલવા પાત્ર ન હોય તેમ છતાં ખોટી રીતે દાખલ કરેલ અરજદારની જમીનની કિંમત વધુ મેળવવાના બદઆશ્યથી આ કેસ કરેલ કોઈ હલણનો માર્ગ આવેલ સ્થળ પર આવેલ ન હોય તેમ છતાં ગેરકાયદેસર રીતે માગંણી કરેલ છે સદરહું કેસના કામે મામલતદારશ્રી તથા સર્કલ ઓફીસરશ્રી પડધરી દ્રારા સ્થળ રૂબરૂ મુલાકત પણ લીધેલ હોય આ કેસ ચલાવવા માત્ર સિવિલ કોર્ટને સતા અને અધિકાર હોય તેમ છતાં કેસ કરેલ હોય જેથી આ રીવીઝન કેસ ચાલવાને પાત્ર ન હોય, તે સબંધે નામદાર વડી અદાલતોના ચુકાદા રજુ રાખેલ તેમજ બીનખેતી જમીનમાંથી રસ્તા સબંધીત તકરાર સાંભળવા તેમજ તકરારનો નિર્ણય કરવાની સતા માત્ર સિવિલ કોર્ટ છે.
રેવન્યુ ઓથોરીટીને ખેતીની જમીનમાં પ્રવેશવા બીનખેતી જમીનમાંથી કાયદેસરના રસ્તા અંગેની માંગણી બાબતની તકરાર સાંભળવા કોઈ સતા અને અધિકાર કાયદામાં આપવામાં આવેલ ન હોય તેમજ વડી અદાલતોના ચુકાદા ધ્યાને લઇ જે અનુસંધાને સામાવાળા ચંદ્રિકાબેન અશ્વિનભાઈ ગણાત્રાના વકીલશ્રી પરેશ એન.કુકડીયાની ધારદાર રજુઆત ધ્યાને લઇ -ાંત અધિકારશ્રી રાજકોટ-ગ્રામ્ય દ્વારા અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી મામલતદાશ્રી પરડધરીનો કેસ રજીસ્ટરેથી કમી કરતો હુકમ કાયમ રાખતો હુકમ ફરમાવવામાં આવેલ છે.
ઉપરોકત કેસમાં વતી જમીન ખરીદનારાઓ વતી રાજકોટના ખ્યાતનામ એડવોકેટ પરેશ એન.કુકડીયા, પાર્થ કોટક, જયદીપ કુકડીયા, મિહીર કુકડીયા, અનિમેષ ચૌહાણ, સુહેલ પઠાણ, રોકાયેલ હતા.
(1:32 PM IST)










