<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લોકમેળામાં સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાઇ છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતાઃ આ વખતે ધરખમ ઘટાડો થશેઃ રાઇડ માત્ર ર૯ કરી નખાઇઃ રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા... : ટીઆરપી ગેમઝોન દુઘર્ટના બાદ રાજકોટના લોકમેળા અંગે કલેકટર દ્વારા જબરા કડક નિયમો લદાયા છેઃ આ વખતે સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાવાની શકયતા છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતા... આ વખતે ધરખમ ઘટાડો થઇ રહ્યો છેઃ યાંત્રિક રાઇડ ૪૪ માંથી માત્ર ર૯ કરી નખાઇ છે... રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા. ઇન્‍ડેક્ષ-સી-ડીઆઇડીઆર અન્‍ય સંસ્‍થાના સ્‍ટોલની સાઇઝ ઘટાડી દેવાઇઉ ફાઇનલ લે-આઉટ પ્‍લાન કલેકટરના ટેબલેઃ કાલે સાંજે મીટીંગમાં આખરી નિર્ણય લેવાવાની શકયતા.9:11 AM IST

અયોધ્‍યામાં મસ્‍જીદ માટે ફાળવેલ જમીન મારી છે : દિલ્‍હીની મહિલાએ ખળભળાટ મચાવ્‍યો એક અહેવાલ મુજબ દિલ્‍હીની રાણી પંજાબી નામની હિન્‍દુ મહિલાએ એવો દાવો કર્યો છે કે અયોધ્‍યામાં મસ્‍જીદ બાંધવા અપાયેલ ૫ એકર જમીન મારી માલીકીની છે. ૨૦૧૯ના સુપ્રિમ કોર્ટના આદેશના પગલે યુપી સુન્‍નિ સેન્‍ટ્રલ વકફ બોર્ડને અયોધ્‍યાના ધનીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવવામાં આવી હતી. દિલ્‍હીની રાણી પંજાબીએ એવો દાવો કર્યો છે કે જે ૨૮.૩૫ એકર ફાળવવામાં આવી છે તે પૈકીની ૫ એકર જમીન પોતાના (રાણીના) પરીવારની છે. રાણીએ કહેલ કે માલીકી હક્કના તમામ દસ્‍તાવેજ મારી પાસે છે અને આ જમીન પરત મેળવવા હું સુપ્રિમ કોર્ટમાં જઈશ.9:11 AM IST

૧૦૮ની અવિરત સેવા : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૯ દિવસમાં ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ એમ્બ્યુલન્સ : અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો:રાજ્યમાં હાલ ૧૦૮ની ૮૦૦ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત:શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી:૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે અત્યાર સુધીમાં ગંભીર પરિસ્થિતિના ૧૫.૩૭ લાખથી વધુ લોકોના જીવ બચાવવાનું કાર્ય પણ થયું. ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી:હાલમાં અંદાજે ૪૦૦૦ હજારથી વધુ ૧૦૮ના કર્મીઓની સેવા :રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે8:56 PM IST

વેપારી પાસેથી માસીયાઇ ભાઇ સહિત પાંચ જણે ૧ કરોડ ૬૭ લાખનું ૩ કરોડ ૮૧ લાખ વ્‍યાજ ખાધું છતાં ધરાયા નહિ! : મુળ ધોરાજીના યુવાને ૨૦૧૧માં રાજકોટ સ્‍થાયી થઇ શ્‍યામ એન્‍ટરપ્રાઇઝ નામે રેડિમેઇડ કપડાનો વેપાર શરૂ કર્યો હતો : ધંધામાં રોકાણ માટે નાણા લીધા હતાં : હરિનગરના ૩૨ વર્ષિય શ્‍યામ ભુતની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના માસીયાઇ ભાઇ દીપ ટીલવા, પિયુષ ફળદુ, ભરત જાગાણી, રાજદિપસિંહ વાઘેલા, જામનગરના અનિરૂધ્‍ધસિંહ જાડેજા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ બળજબરીથી ચેક પડાવી લીધા, એક શખ્‍સે કાર પડાવી લીધી : દીપ ટીલવા પાસે ૩ ટકે ૨૫ લાખ લઇ ૫૫ લાખ ચુકવ્‍યા છતાં વધુ વ્‍યાજની માંગણીઃ પિયુષ ફળદુને ૨૭ લાખ સામે અધધધ ૭૦ લાખ ચુકવ્‍યા છતાં વધુ ૨૪.૫૦ લાખની ઉઘરાણીઃ ભરત જાગાણીને ૯૦ લાખ સામે ૧ કરોડ ૫૦ લાખ ચુકવ્‍યા, હજુ ૧ કરોડની માંગણીઃ અનિરૂધ્‍ધસિંહ પાસેથી ૧૫ લાખ લીધા તેના ૫૩ લાખ ચુકવ્‍યા છતાં હજુ ૩૫ લાખની ઉઘરાણીઃ રાજદિપસિંહ પાસેથી ૪૦ લાખના ૫૩ લાખ ચુકવ્‍યા તો'ય વધુ વ્‍યાજની માંગણીઃ શ્‍યામના મિત્રએ લીધેલી રકમનું વ્‍યાજ પણ વસુલ્‍યું: છેલ્લે શ્‍યામને ગામ મુકી મુંબઇ ભાગી જવું પડયું: દોઢેક વર્ષ લપાતા છુપાતા રહી અંતે પોલીસ ફરિયાદ કરી3:05 PM IST

સૌરાષ્‍ટ્ર રાજયના ઉદયની રસપ્રદ ગાથા : સૌરાષ્‍ટ્ર રાજયની રચના પહેલા કાઠીયાવાડ (સૌરાષ્‍ટ્ર) ના મોટા રરર રજવાડામાં વિભાજીત હતો સૌથી નાનુ રજવાડું વેજાનો નેસ ક્ષેત્રફળ ૦.૭પ ચો.કી.મી વસ્‍તી ર૧૧ ની અને વાર્ષિક આવક રૂા. ૪પ૦/- હતી સૌથી મોટું રાજય ભાવનગર ૯૦૦ ગામ ક્ષેત્રફળ ર૯૬૧ ચો.કી.મી. ને રાજયનો કુલ વિસ્‍તાર ર૧૪પ ચો.મા. અને જન્‍મ સંખ્‍યા અંદાજે ૪૦ લાખ હતી. : પુજય મહાત્‍મા ગાંધીજી પોતાની જન્‍મભુમી અને કર્મભુમીના પ્રાતને સ્‍વતંત્ર રાજયના નિર્માણ નો સમારંભ જોઈ શકેલ નહીં. : તા. ૧પ-ર-૧૯૪૮ ના રોજ જામનગર ખાતેભ કાઠીયાવડનું સંયુકત રાજય એ નામે નવા રાજયની રચના થયેલ અને બીજે જ દિવસે રાજયનું નામ બદલી સૌરાષ્‍ટ્ર સંયુકત રાજયભ રાખવામાં આવેલ જેનું પાટનગર રાજકોટને રાજપ્રમુખશ્રીનું કાર્યાલય અને નીવાસ સ્‍થાન જામનગર રાખેલ. : રાજયની પ્રથમ ધારાસભાની ૬૦ બેઠકની રચના કરવામાં આવેલ જેની પ્રથમ ધારાસભાની પ્રથમ ચુંટણી તા. ર૩-૧-૧૯પર માં થયેલ જેમાં કોગ્રેસ પક્ષને પપ બેઠક મળી હતી હાલના શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ જુનો કોનેટ હોલ વિધાનસભા ગૃહ હતું અને મંત્રીમંડળ જુનાગઢ હાઉસ હાલના સરકીટ હાઉસ ખાતે કામગીરી હાથ ધરેલ. : બંધારણીય જોગવાઈ મુજબ રાજયના પ્રથમ રાજપ્રમુખ જામનગરના જામ સાહેબ શ્રી દિગ્‍વિજયસિંહજી અને ઉપરાજપ્રમુખ ભાવનગર મહારાજ શ્રી કૃષ્‍ણકુમારસિંહ અને પ્રથમ મુખ્‍ય મંત્રી પદે શ્રી ઉછરંગરાય ઢેબર વરણી પામેલ તમામની શપથવિધિ જામનગર ખાતે થયેલ. : ભારત સરકારે આ રાજયને ભ બીભ વર્ગના સ્‍વતંત્ર રાજયનો દરજજો આપેલ રાજયનું સ્‍વતંત્ર અસ્‍તિત્‍વ ૧૯૪૮ થી ૧૯પ૬ આઠ વર્ષ રહેલું સને. ૧૯૬૦ માં ગુજરાત રાજયની રચના થતા સૌરાષ્‍ટ્ર તેનો ભાગ બનેલ.3:55 PM IST

રાજકોટ જિલ્લાનું અનોખું હિલ સ્ટેશન - ઓસમઃ ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો : વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળીઃ ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓઃ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાંઃ પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો ઓસમ પર્વત : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘એડવન્ચર સ્પોર્ટસ’’ તરીકે પ્રતિવર્ષ યોજાતી ‘‘ઓસમ આરોહર અવરોહણ સ્પર્ધા’’ માં સ્પર્ધ્કો સર કરે છે ૫૮૫ પગથિયાં : ૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે આવેલા ‘‘માત્રી મા’’ના મદિરનો મહાભારતમાં છે ઉલ્લેખઃ પ્રતિ વર્ષ વહિવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમે યોજાતા ’’લોકમેળા’’માં ઉમટે છે માનવ મહેરામણ9:46 PM IST