News of Tuesday, 22nd September 2026
રાજકોટમાં પાલતુ પ્રાણીઓ માટે અલાયદુ સ્મશાન સમયની માંગઃ પરેશ ઠાકર
શહેરના પશુપ્રેમીઓના પ્રશ્નને વાચા આપતા રોશની કમિટી ચેરમેનઃ મ્યુ.કમિશનર તુષાર સુમેરાને લખ્યો પત્ર લોકો ઘરમાં પ્રાણીઓને પરિવારના સદસ્યની જેમ રાખે છેઃ અંત્યેષ્ટિ પારિવારિક અને સામાજીક વિટંબણા

રાજકોટ, તા.૨૨: પાલતુપ્રાણીઓ માટે રાજકોટ મહાનગરમાં અલાયદુ સ્મશાન ઉભું કરવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર તથા રોશની કમિટી ચેરમેન પરેશભાઇ ઠાકરે મ્યુ. કમિશનરને પત્ર લખી પશુપ્રેમીઓના પ્રશ્નને વાચા આપી છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ માનવ વસાહતોમાં વર્તમાન સમયમાં ઘરમાં પાલતું પ્રાણીઓ લોકો પોતાના પરિવારને સદસ્યની જેમ જ માન સન્માન અને તેમની કેર કરતાં જોવા મળી રહયા છે.
આવા પાલતુ પ્રાણીઓ માટે રાજકોટમાં ડોકટરોની સેવાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેમના માટે એકસ્પર્ટ ડોકટરો ની શ્રેણી પણ વધતી જોવા મળે છે. સાર્થોસાથ આવા પાલતુ પ્રાણીઓને સાચવવા માટેની હોસ્ટેલોનું પણ જુદા જુદા વિસ્તારોમાં નિર્માણ અને સંચાલન સુપેરે થઈ રહયું છે. આવા પાલતુ પ્રાણીઓની આવરદા ઓછી હોય છે અને તેમનું આયુષ્ય પણ ઓછું હોવાને કારણે અને તેમના અવસાન થવાને કારણે તેમના મળત્યુદેહનું કયાં વિસર્જન કરવું તે એક પારિવારીક અને સામાજીક પેચીદો પ્રશ્ન છે. આવા પાલતુ પ્રાણીઓના મળત્યુદેહ ને લોકો પુરા માન સન્માન સાથે અત્યંષ્ટ વિધી કરતાં જોવા મળે છે. અને તેમના મળત્યુ પછીની વિધીઓ પણ કરતા નજરે પડે છે.
રાજકોટ મહાનગર પાલીકા આ વિષયમાં ઉડાણથી અભ્યાસ કરી આવા પાલતુ પ્રાણીઓ માટેનું અલગથી સ્મશાન ગૃહ નિર્માણ કરે તે વર્તમાન સમયની માંગ છે.
જે ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી કરવા અંતમા જણાવાયું છે.
(2:53 PM IST)










