તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 11th September 2026
રોયલ પંજાબી એન્ડ ચાઇનીઝમાંથી અખાદ્ય પદાર્થનો નાશ : મીઠો માવો - બરફી - પેંડા સહિત ૭ નમુના લેવાયા
મનપાનું રૈયા રોડ સ્થિત પેઢીમાં સર્વેલન્સ ચેકીંગ : શહેરના ૪૪ ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચકાસણી : ૩ને લાઇસન્સ અંગે નોટીસઃ ફુડ શાખાની કામગીરી

રાજકોટ, તા.૧૧: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૪ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૦૮ કિલો અખાદ્ય,વાસી જથ્થાનો નાશ કરી કુલ-૦૩ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૬,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૦૭ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ રોયલ પંજાબી એન્ડ ચાઈનીઝઃ સદગુરુ તીર્થધામ સામે, રૈયા રોડ, ખાતે પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ. મંચુરિયન તથા અખાદ્ય ફૂડ કુલ મળી ૮ કિલો નાશ કરેલ તથા રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
પુજારા મેડિકલ સ્ટોરઃ ઈવા એપાર્ટમેન્ટ, સુભાષ નગર -૩, રૈયા રોડ, પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ તથા રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રેયસ ટ્રેડ લિંકઃ આર.કે આઇકોનિક,અયોધ્યા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
લક્ષ્મી જાંબુઃ દિપક સોસાયટી, શેરી નંબર-૨, નેમિનાથ સોસાયટી પાસે, ગાંધીગ્રામ, પેઢીમાંથી (૧)મીઠો માવો (લુઝ) (૨)બરફી મીઠાઈ (લૂઝ) ના નમૂના લેવામાં આવેલ.
જયારે જય જલારામ દુગ્ધાલય ્રૂ જાંબુઃ રામાપીર ચોકડી પાસે, લાખના બંગલા વાળો રોડ, પેઢીમાંથી (૧)PDP-સ્વીટ દેશી માવો(૨) વાત્સલ્ય મીઠો માવો (૩)પેંડા (લૂઝ) ના નમૂના લેવામાં આવેલ. શ્રી રામ જાંબુઃ દિપક સોસાયટી, રૈયા રોડ, પેઢીમાંથી (૧)ગીર માધવ મીઠો માવો (લુઝ) (૨)બરફી (લુઝ) ના નમૂના લેવામાં આવેલ.
(2:45 PM IST)










