<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ભકિતનગર સર્કલ ખાતે ‘દાદા'ના દર્શનનો લાભ લેતા ભાવિકો : આજે ડાંડીયારાસ, કાલે લોકડાયરો

 

રાજકોટઃ શહેરના ભક્‍તિનગર સર્કલ ખાતે ૨૧ વર્ષથી ધર્મરક્ષક પરિષદ તથા એમ.કે.ચેરિટેબલ ટ્રસ્‍ટના સયુંકત ઉપક્રમે આયોજીતગણપતિ મહોત્‍સવમાં દરરોજ રાત્રે ૮ કલાકે ગણપતિ મહારાજની મહાઆરતી અને ત્‍યારબાદ સાસ્‍કૃતિક કાર્યક્રમો યોજાય છે તયારે આ  માહિતી આપતા ગણપતિ મહોત્‍સવના મીડિયા ઇન્‍ચાર્જ હરેશભાઈ જોષી એ જણાવ્‍યું હતું કે આજે રાત્રે વિસ્‍તારના રહીશો માટે આયોજીત ડાંડિયા રાસમાં કલાકાર વિશાલ વરૂ, દેવ્‍યાનીબેન ગોહેલ, પ્રકાશ ચૌધરી સહિતના ઉપસ્‍થિત રહેશે. આવતીકાલે તા. ૨૨ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરો તેમજ સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા શહેરની જનતાને ગૌતમભાઈ ગોસ્‍વામીએ જાહેર અનુરોધ કરેલ છે.

ભક્‍તિનગર સર્કલ ખાતે ગણપતિ મહોત્‍સવમા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ભાજપ અગ્રણીઓ નીતિનભાઇ ભારદ્વાજ, અરવિદભાઈ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, પરેશભાઈ પીપળીયા, સંજયસિહ રાણા, યુવા ભાજપ નેતા ઋષભ  રૂપાણી, યુવા એડવોકેટ અંશ ભારદ્વાજ, અશ્વિનભાઇ મોલીયા, રાજદીપસિહ જાડેજા, હરેશ જોષી, કિરણબેન માકડિયા, જ્‍યોતિબેન ટીલવા સહિતના સાથે વોર્ડ નં ૧૪ તેમજ ૧૭ ના વોર્ડ ભાજપના આગેવાનો તેમજ વોર્ડના કોર્પોરેટરો ઉપસ્‍થિત રહી પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો તેમજ શહેરના પોલીસ અધિકારી હેતલબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા સૌનું સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમ ગણપતિ મહોત્‍સવના મીડિયા સહ ઇન્‍ચાર્જ ઉદય જોષી અને હિતેષ જોષીની યાદીમાં જણાવાયું છે

(3:50 PM IST)