News of Wednesday, 4th November 2026
પૂ.પુનિત મહારાજના પૌત્ર આનંદ જનક મહારાજના ભજનોમાં ભાવિકો ભાવતરબોળ બન્યા

રાજકોટ : તાજેતરમાં શ્રી પુનિત મહારાજના પૌત્ર પૂજય શ્રી આનંદ જનક મહારાજના ભજન સંધ્યાનો કાર્યક્મ મોઢ વણિક બોર્ડિંગ રાજકોટ ખાતે યોજાઇ ગયો. સ્વ. રમણીકલાલ તેમજ સ્વ. વિજયાબેન ભુપતાણીના પરિવાર દ્વારા ચિ. દિયા શૈલેષ ભુપતાણી ધોરણ ૧ર કોમર્સ પ્રવાહમાં ૯૧.૯૮ (પી. આર.) સાથે ઉતીર્ણ થતા આ પ્રસંગની અનેરી સ્મૃતિ રૂપે પૂજય શ્રી આનંદ જનક મહારાજના ભજન સંધ્યા રાખવાની ઇચ્છા ચિ. દિયાએ વ્યકત કરી છે. જેના ગૌરવપ્રદ સમાજ માટે આ અનુકરણીય કાર્યક્રમમનું આયોજન કરવામાં આવેલ. પૂજય આનંદ જનક મહારાજની વાણી સાથે રાજકોટના પુનિત પરિવારના બિમલભાઇ શાહએ સંગત કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ પ્રસંગે ભાગવત કથાકાર શ્રી જનક મહારાજ (ડોડીયાળાવાળા) ખાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ભુપતાણી પરિવાર, પુનિત પરિવાર (રાજકોટ), પુનિત પરિવાર (મુંબઇ), પુનિત પરિવાર (અમદાવાદ), પુનિત પરિવાર (ધંધુકા), ઉપરાંત સગા-સંબંધી તેમજ મિત્ર મંડળ સહિત ૪૦૦ થી વધુ વ્યકિતઓએ ભજન તેમજ મહાપ્રસાદનો લાભ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શૈલેષભાઇ ભુપતાણી પરિવાર પુનિત પરિવાર રાજકોટના દરેક સભ્યોના સાથ સહકારથી આ આયોજન સફળ થયેલ હોવાનું આયોજકોએ જણાવ્યું છે
(2:51 PM IST)










