<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સાયબર ક્રાઇમના ગુન્‍હાઓ સામે અવેરનેશનો સંદેશો પ્રસરાવતી ફિલ્‍મ ‘ધરપકડ' : ૧૫મીએ થશે રીલીઝ

મલ્‍હાર ઠાકર અને શ્રૃહદ ગોસ્‍વામીની જોડી રંગ લાવે છે : ધરપકડ અને છેતરપીંડીના દ્રશ્‍યો દર્શકોને હચમચાવી દયે તે રીતે કંડારાયા છે : ત્રણેક રેપ સોંગ પણ છે : ટ્રેલરથી જ લોકોનો ખુબ સરસ પ્રતિસાદ

 

રાજકોટ તા. ૮ : હાલ ડિજિટલ એરેસ્‍ટ અને સ્‍કેમના કિસ્‍સા ખુબ વધી રહ્યા છે ત્‍યારે આ વિષય વસ્‍તુને લઇને અવેરનેસનો સંદેશો પ્રસરાવી લોકોને જાગૃત કરવા બનેલ ફિલ્‍મ ‘ધરપકડ' આગામી તા.૧૫ મેથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે ફિલ્‍મની વિગતો વર્ણવતા અભિનેતા મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં મારે ભાગે ‘અર્જુન'નું પાત્ર આવ્‍યુ છે. જયારે મિત્ર ‘બંટી'નું પાત્ર ફિલ્‍મ લાલો ફેઇમ શ્રૃહદ ગોસ્‍વામી કરી રહ્યા છે. આ બન્ને મિત્રોની જોડી આખા ફિલ્‍મમાં કેન્‍દ્ર સ્‍થાને છે. એક સામાન્‍ય પરિવારની વ્‍યક્‍તિ જયારે ડિજિટલ એરેસ્‍ટનો શીકાર બને ત્‍યારે આખો પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ ફ્રોડ થયા પછી કઇ રીતે આ પરિવાર હિંમતભેર મુશ્‍કેલીમાંથી બહાર આવે છે તેની વાત ફિલ્‍મમાં સરસ રીતે વર્ણવવામાં આવી છે.

ર કલાકની અવધીની આ ફિલ્‍મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને મુંબઇમાં થયુ છે. ત્રણેક ગીતો  છે જે ઇંગ્‍લીશ રેપ સોંગ કહી શકાય તેવા છે. બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિક જબ્‍જી દ્વારા પીરસાયુ ઇન્‍દિરા મોશન પિક્‍ચર્સ અને નવેમ્‍બર ફિલ્‍મ્‍સ દ્વારા પ્રસ્‍તુત આ ફિલ્‍મ આગામી ૧૫ મે, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર રીલીઝ થવા જઇ રહી છે. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્‍યો છે.

દિગ્‍દર્શક અનિશ શાહે આ ક્રાઈમ થ્રીલરમાં માત્ર સાયબર ગુન્‍હાનું રહસ્‍ય જ નથી વણ્‍યું, પરંતુ એક સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારની લાચારી અને તેમની સંવેદનાઓને પણ ખૂબ જ સ્‍પર્શક રીતે રજૂ કરી છે.

ફિલ્‍મમાં મલ્‍હાર ઠાકર અને શ્રૃહદ ગોસ્‍વામી ઉપરાંત પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ, ચેતન પઢીયાર અને જય ભટ્ટ જેવા અનુભવી કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.

ફિલ્‍મનો મુખ્‍ય હેતુ મનોરંજનની સાથે સામાજિક જાગળતિ લાવવાનો છે. ‘ધરપકડ' એ માત્ર એક ફિલ્‍મ નથી પણ દરેક સ્‍માર્ટફોન વાપરનાર વ્‍યક્‍તિ માટે એક મહત્‍વની ચેતવણી સમાન છે.

આ તકે મલ્‍હાર ઠકકરે જણાવ્‍યુ હતુ કે છાપરા ઉપર દોડવાનો સીન મારા માટે યાદગાર બની રહ્યો. થોડુ મુશ્‍કેલ હતુ પરંતુ અમે મેનેજ કરી લીધુ હતુ. અમારૂ શુટીંગ ચાલી રહ્યુ હતુ એ દરમિયાન જ મારા મોબાઇલ ઉપર તમારી લોન એપ્રુવ થઇ ગઇ છે અને લીંક પર ક્‍લિક કરોનો મેસેજ આવેલ. પરંતુ એ ફ્રોડ મેસેજ નિકળ્‍યો હતો. આવુ જ એક સાથી કલાકાર સાથે પણ થયુ હતુ. પરંતુ આ ફિલ્‍મ આખી જે વિષય પર બની રહી હતી તેનાથી સૌ માહિતગાર હતા એટલે અમે તો આવા મેસેજને સમજી શકયા, પરંતુ લોકોએ પણ હવે જાગૃત બનવાનો સમય આવી ગયો છે. તેમ મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મલ્‍હાર ઠાકર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:23 PM IST)