<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

એમ્‍બીવેલીમાં ધીરગુરૂદેવનો વર્ષાવાસ પ્રવેશોત્‍સવ

અમીશા નીરજ વોરાના ગૃહાંગણે પદાર્પણ દશવૈકાલિક સૂત્રની શાનદાર વિમોચન વિધિ

રાજકોટ : એમ્‍બીવેલી સીટીના નયનરમ્‍ય પ્રાંગણે પ્રથમ જ વાર પૂ. શ્રી ધીરગુરુદેવ અને પૂ. મીનાજી મ.સ.ના વર્ષાવાસ પ્રવેશ પ્રસંગે પૂ. પલ્લવીજી મ.સા., પૂ. ચંદનાજી મ.સા., પૂ. સૌરભસુધાજી મ.સા., પૂ. શુભેચ્‍છાજી મ.સા., ઠાણા -૧૬ તથા વિવિધ સંઘોના સરસ્‍વતી કે નંદન, કોટી કોટી વંદનાના જયનાદે શોભાયાત્રા ડુંગર દરબાર, ઓડીટોરિયમમાં ધર્મસભામાં પરિવર્તિત થયા બાદ લલિત મંડળના સ્‍વાગત ગીત બાદ અમીશા નીરજ વોરા પરિવારે સહુને આવકાર્યા હતા.  ધર્મસભાને સંબોધતા ગુરુદેવે જણાવેલ કે જંગલમાં મંગલ સમાન એમ્‍બીવેલીના લાખ ઝાડ સંદેશ આપે છે કે, જીવનમાં ઇસ કાન સે ઉસ કાન, ચેહરે પે મુસ્‍કાન રાખીને જીવતાં શીખો. ઇંગ્‍લિશ સહિત પાંચ ભાષામાં પ્રકાશિત દશવૈકાલિક  સૂત્રની વિમોચન વિધિ માલિકીબેન કિશોરભાઇ સંઘવી પરિવારના હસ્‍તે કરાયેલ. પૂ. મહાસતીજીએ શાષાગાથાનું પારાયણ કરાવેલ.  હિંગવાલા-ઘાટકોપર, ઇન્‍દોર સંઘે ચાતુર્માસની વિનંતી કરેલ. જીવદયા કળશનો લાભ જીસેવન  ગ્રુપ-વિલેપારલે અને બહેરા-મૂંગા શાળા ભોજન તિથિનો ભાવિકોએ લાભ લીધેલ. ભાવિકોએ રૂપિયા પ૦૦ અને લાડુ વગેરેથી સંઘ પૂજન કરેલ.

(3:52 PM IST)