News of Monday, 27th July 2026
સૂચક પબ્લિકેશન દ્વારા કોમર્સના ડિજિટલ પુસ્તકોનું વિમોચન
સૂચક ઈ-લર્નિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ : પૂ. અપૂર્વમુનિ સ્વામિજી અને રાજકોટ, સૌરાષ્ટ્ર કચ્છના પ્રિન્સિપાલ-પ્રોફેસરોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૭ : શિક્ષણના ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વિદ્યાર્થીઓને ઉત્તમ અભ્યાસ સામગ્રી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રવિવારે રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અક્ષરબ્રહ્મ હોલ ખાતે સૂચક પબ્લિકેશનનો બુક લોન્ચિંગ અને એપ્લિકેશન અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
એતિહાસિક શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રતિષ્ઠિત કોલેજોના આશરે રપ જેટલા પ્રિન્સિપાલશ્રીઓ અને ૩૦૦થી વધુ પ્રોફેસરોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમની શરૂઆત પૂ. અપૂર્વમુનિ સ્વામીજી તથા અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ તકે ૫.પૂ. અપૂર્વમુનિ સ્વામીના હસ્તે શિક્ષણમાં ટેકનોલોજીના બીકોમ સેમેસ્ટર-૧ ના નવા પુરુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
તેઓએ જણાવ્યુ હતુ કે, આધુનિક સમસ્યા વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટીથી નહીં, પણ સ્માર્ટ લર્નીંગથી ભણાવવા જરૂરી છે. તેમણે સૂચક પબ્લિકેશનના આ પ્રયાસને સમાજ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી તેમજ વ્યાજબી ગણાવ્યો હતો.
કાર્યક્રમના દ્વિતીય ચરણમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડો. જ્યોતિબહેન રાજ્યગુરુ, ડી.વી. મહેતા, યોગેશભાઈ જસાણી અને મણીકંદન સર તેમજ કાર્યક્રયામાં ખાસ ઉપસ્થિત રહેલા વરિષ્ઠ પ્રોફેસરો સર્વશ્રી ડો. કિશોરભાઈ ભેસાણિયા, ડો. ફાલ્ગુન કનેરિયા, ડો. દિવ્યેશ સંઘાણી, ડો. રમેશ ડાંગર, ડો. રાજેન્દ્ર સેંજલિયા, પ્રો. શિવુ વાલા, પ્રો. પરષોત્તમ સખીયા અને પ્રો. યજ્ઞેશ જોશી સહિતના શિક્ષણવિદોના હસ્તે ‘સૂચક ઈ-ર્લનિંગ' મોબાઈલ એપ્ટિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ આજના યુગમાં ડિજિટવ એજ્યુકેશનના મહત્વ પર ભાર મૂકયો હતો અને ગામડાના વિદ્યાર્થીઓ પણ માત્ર એક પિઝાની કિંમતમાં સંપૂર્ણ કોર્સ ઘરે બેઠા ભણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા બદલ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં બી.કોમ સેમેસ્ટર-૫ ની ટેલી વિષયની બુકનુ પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર ધર્મેશભાઈના પિતાશ્રી શિવાલભાઈ સૂચક, જેઓ છેલ્લા ૫૦ વર્ષથી એકાન્ટીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ૩૦૦ થી વધુ પેઢીઓનું પ્રોફેશનલ એકાઉન્ટિંગ તથા ટેક્સનું કામ સંભાળે છે. તેમણે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં પ્રોફેશનલ એકાઉન્ટીંગ હવે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ થયું છે અને તેમાં પણ ૯૦%થી વધારે પેઢીઓ ટેલી સોફ્ટવેરની અંદર જ એકાઉન્ટિંગ કરે છે.
બી.કોમના વિદ્યાર્થીઓનો મુખ્ય વિષય એકાઉન્ટ છે અને બી કોમની અંદર ટેલીનો આ કોર્સ લોન્ચ કરવા બદલ હું સબ્જેક્ટ સિલેક્ટર અને યુનિવર્સિટીનો ખૂબ આભાર વ્યક્ત કરુ છું. એકાઉન્ટન્ટ તરીકેની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને આ વિષય ખૂબ જ ઉપયોગી થશે.
આ તકે સૂચક પબ્લિકેશનની કોર ટીમના સભ્યો ધર્મેશભાઈ સૂચક (ફાઉન્ડર), દર્શનભાઈ સિનરોજા અને પ્રોજેક્ટ હેડ ધાનાબેન ત્રિવેદી દ્વારા પુસ્તકની વિશેષતાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના અભ્યાસક્રમને (એનઇપી ૨૦૨૦ મુજબ) અનુરૂપ તૈયાર કરાયા છે.
આ પ્રોજેક્ટમાં ૧૦૦ થી વધુ કોલેજો અને ૨૨૫ થી વધુ પ્રોફેસરોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. પ્રોફેસરો માટે ક્લાસરૂમમાં ભણાવવા માટે વિશેષ રૂપે રેડીમેડ પીપીટીએસ અને કમ્પ્લીટ સોલ્યુશન ગાઈડ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા એક વિશેષ ઇનોગ્રેશન ઓફર પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત. સૂચક પબ્લિકેશનના પુસ્તકોનો સંપૂર્ણ સેટ ખરીદનાર વિદ્યાર્થીને રૂપિયા ૪,૦૦૦ની કિંમતનો ‘સૂચક ઈ-લર્નિંગ' એપ્લિકેશનનો સંપૂર્ણ કોર્સ બિલકુલ ફ્રી (મફત) આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થાના કાઉન્ડર ધર્મેશભાઈ સૂચક અને શ્રી દર્શનભાઈ સિનરોજાએ વર્ષ ૨૦૧૭માં જયારે જીએસટી લોન્ચ થયું ત્યારે માત્ર ૧૦ જ દિવસમાં ૧૧,૨૭૨ વિદ્યાર્થીઓને જીએસટીની તાલીમ આપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા બુકમાં થયેલ છે. આ સિદ્ધિ માટે તથા સૌથી વધુ રોજગારીનું સર્જન કરવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં સંસ્થાના ફાઉન્ડર ધર્મેશભાઈ સૂચક દ્વારા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પુસ્તક તૈયાર કરવામાં સૂચક કમ્પ્યુટરની ટીમના સભ્યો કળપાલી બિહોલા, નંદિની લીંબાણી, ઉર્વી વેગડા, મહેક સૂચક, રિચા મનવાણી, રિયા કાછેલા, પ્રિયાંશી વાઘેલા, હિરલબેન જાડેજા, દ્રષ્ટિ ગોહેલ અને દર્શનભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ સાથે જ કાર્યક્રમમા વિશેષ સહયોગ આપવા બદલ નિધિબેન સૂચક, ભક્તિબેન સિનરોજા અને પ્રજ્ઞાબેન ત્રિવેદીનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. ડો કિશોરભાઈ ભેંસાણિયા, પ્રો. ડો. ફાલ્ગુન કનેરિયા, પ્રો. ડો. દિવ્યેશ સંઘાણી, જગદીશ રૈયાણી અને મિલનભાઈ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા સૂચક પબ્લિકેશનની કોર ટીમના ધર્મેશભાઈ સૂચક, દર્શનભાઈ સિનરોજા અને અશોકભાઇ હિન્ડોચા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:39 PM IST)










