<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ગેસનો બાટલો રદ્દ કરી નાખવા અને ડિલીવરી નહિ મળવા અંગે જીલ્લા પૂરવઠા તંત્રને ફરિયાદ

શહેરના નાગરીક મનોજ કામાણીએ DSO ને વિસ્‍તૃત રજૂઆતો કરી તેમણે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે ૨૯-૩-૨૦૨૬, ૫-૪-૨૦૨૬, ૧૨-૪-૨૦૨૬, ૨૧-૪-૨૦૨૬ અને ૨૫-૪-૨૦૨૬ના બૂકીંગ કર્યુ હતુ, પરંતુ આ તમામ બુકીંગ મને જાણ કર્યા વગર કેન્‍સલ કરી નખાયા હતા

રાજકોટ, તા.૪: શહેરના નાગરીક મનોજ કામાણીએ DSOને ફરીયાદ કરી ગેસનો બાટલો-ડિલીવરી નહિ મળવા અંગે રજૂઆતો કરી છે, તેમણે જણાવેલ કે હું આપના ધ્‍યાન પર રાજકોટ શહેરમાં બનેલી એક ગંભીર જાહેર સમસ્‍યા લાવવા માંગું છું. મારી LPG રિફિલ બુકિંગ વારંવાર મારી મંજૂરી વિના રદ કરવામાં આવી છે અને કેટલીક વખત સંપૂર્ણ ચુકવણી કર્યા બાદ/  તથા ઇન્‍વોઇસ જનરેટ થયા છતા પણ સિલિન્‍ડર ડિલિવરી આપવામાં આવી નથી.

આ મુદ્દો જાહેર હિતનો છે અને વારંવાર બની રહેલી ગેરરીતિને ધ્‍યાનમાં રાખીને, આપને વિનંતી છે કે, - LPG રિફિલ બુકિંગ ગ્રાહકની મંજૂરી વિના રદ કરવી, - ચુકવણી તથા ઇન્‍વોઇસ જનરેટ થયા છતાં સિલિન્‍ડર ડિલિવરી ન આપવી , - ચુકવણી છતાં સિલિન્‍ડર ડિલિવરી ન આપવી, - ગ્રાહક હક્કો તથા LPG નિયમોનો ભંગ થવાની સંભાવના વિગેરે મુદ્દાઓ અંગે રજૂઆતો છે

(4:09 PM IST)