News of Wednesday, 4th November 2026
દિવ્ય દાવાનળ : સામાજીક નવલકથા

મૂળ ગોંડલ તાલુકાના રાણસીકી ગામના વતની હાલ રાજકોટ સ્થિત નિવળત્ત શિક્ષક મનહરલાલ જગજીવનભાઈ દવે (ભુપતભાઈ) દ્વારા નવલકથા પુસ્તક દિવ્ય દાવાનળનુ સર્જન કરવામાં આવ્યું છે
લેખકનો પરિચય જોઇએ તો મનહરલાલ જગજીવનભાઈ દવે(ભૂપતભાઈ)નો જન્મ તા.૧ એપ્રિલ ૧૯૬૦ના રાણસીકી(ગોંડલ)મા થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાણસીકીમાં પ્રાપ્ત કર્યા બાદ માધ્યમિક શિક્ષણ અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં લીધું હતું.ધો. ૧૨ વિજ્ઞાનમાં નિષ્ફળતા પછી સોનગઢમાં પી.ટી.સી.કર્યું હતું ત્યાંથી ૨૩-૨૪ વર્ષની ઉંમરે હું માનવ છું ?આ વિચારે લેખકે લખવાનું શરૂ કર્યું.હું માનવ મારા પૂરતો, ઘર પૂરતો, કુટુંબ પૂરતો, નાત પૂરતો, વતન પૂરતો કે મારા દેશ પૂરતો.૧૩ ડિસેમ્બર ૧૯૮૪ થી શિક્ષક તરીકે કારકિર્દી - રાવણા, પાટખીલોરી, વિંજીવડમાં સેવા અને ૨૦૨૦માં આચાર્ય તરીકે નિવળત્ત. જીવનનો સૌથી મોટો નિર્ણય વિધવા ચંદાબેન સાથે લગ્ન કરીને સમાજમાં વિધવા વિવાહનો નવો રાહ ચીંધ્યો હતો.
લેખકો પોતાની કારકિર્દી અથવા તો પૈસા માટે નવલકથાઓ લખતા હોય પરંતુ આમા લેખક મનહરલાલ દવેએ એક ઉમદા વિચાર રજુ કરીને વાંચકોને પુસ્તકની ખરીદી કરીને પુસ્તકની કિંમત રૂપે રૂ.૧૧૧ ની ઝુપડપટ્ટીના બાળકોને ખાવાની વસ્તુઓ આપવા અપીલ કરી છે. અને આ પુસ્તક અન્યને વાંચવા માટે આપવા અનુરોધ કર્યો છે.લેખક મનહરલાલ દવેના પિતાશ્રી જગજીવનભાઈ દવે,માતુશ્રી તથા મોટાભાઈનુ અવસાન થયું ત્યારે તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતુ.
લેખકના વ્યક્તિત્વ અને શૈલી વિશે નિવળત અધ્યાપક મૂળ રાણસીકી ગામના વતની ડો.જે.ડી.દવેએ જણાવ્યું છે કે,સામાન્ય માનવીની લાગણીઓ તેમની કલમે જીવંત રૂપે વ્યક્ત થાય છે. તેમની કલમમાં કયારેય અલંકારિતા કે કળત્રિમતા નથી, દરેક શબ્દ જીવનના અનુભવમાંથી ઉપજેલો લાગે છે. તેમણે જે લખ્યું છે તે દિમાગથી નહીં, દિલથી લખ્યું છે. જે અનુભવ્યું છે, જે જીવ્યું છે અને અમલમાં મૂકયું છે તેવું જ લખ્યું છે. નિવળત્તિ પછી પણ ગામડાના લોકો સાથે જોડાયેલા છે. તેમની કલમ અને જીવનનો એક જ સંદેશ છેઙ્ખજીવનને સાચી રીતે જીવો, ઈમાનદારી અને સહાનુભૂતિથી. દિવ્ય દાવાનળનવલકથાનો સાર જોઇએ તો આ એક રોમેન્ટીક સામાજિક નવલકથા છે.ઉદ્યોગપતિ શાંતિલાલ શેઠ નદીમાં પડી જાય છે, ઘોડાગાડીવાળા મોહનભાઈ તેને બચાવે છે અને બંને મિત્રો બને છે. શાંતિલાલની દીકરી દિવ્યા કોલેજમાં ભણે છે, ત્યાં સહાધ્યાયી દેવેન સાથે પ્રેમ થાય છે. કોલેજ જીવન અને કાશ્મીર પ્રવાસ - અમરનાથ, ખીણો, સરોવરોનું આબેહૂબ વર્ણન છે.બીજું મહત્વનું પાત્ર સંજય - મોહનભાઈનો દીકરો, જે રોજ દિવ્યાને ઘોડાગાડીમાં કોલેજે મૂકે છે અને એક ગુલાબ આપે છે. સંબંધ પવિત્ર છે. તે કવિ હૃદયનો છે અને પછીથી શાંતિલાલની ઓઈલ મિલમાં જોડાય છે.કોલેજ પછી દિવ્યા શિક્ષિકા, દેવેન મેનેજર બને છે, બંનેના લગ્ન થાય છે. પણ કથામાં મોટો વળાંક આવે છે - ઝૂંપડપટ્ટીમાં આગમાં એકસ્ત્રી-બાળકને બચાવવા જતાં દેવેન દાઝી જાય છે અને મળત્યુ પામે છે. દિવ્યા વિધવા બને છે.અંતે લેખક સામાજિક સંદેશ આપે છે - યુવા વિધવાના પુનર્લગ્નમાં કશું ખોટું નથી. સંજય વિધવા દિવ્યા સાથે લગ્ન કરે છે. પાયલ ફિલ્મ, પાર્ટીઓ, માલિક-મજૂર સંબંધ જેવા પ્રસંગો કથાને રોચક બનાવે છે. સમીક્ષક નગીનભાઈ દવેએ જણાવ્યું છે કે એક વાચનક્ષમ નવલકથા જે છેક સુધી જકડી રાખે છે. દેહલાલિત્યના વર્ણનમાં કયાંય અભદ્રતા નથી. પ્રાપ્તિસ્થાનઃ લેખક-પ્રકાશકઃ મનહરભાઈ દવે (ભૂપતભાઈ) રાજકોટ, અર્પણ : શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ (પૂર્ણ સંન્યાસી) , પ્રથમ આવળત્તિ ૨૦૨૬ : મૂલ્ય રૂા.૧૧૧, (મો.૯૯૨૪૯ ૯૭૪૨૫)
પુસ્તક પરિચય
મનહરભાઈ દવે (ભૂપતભાઈ)

(3:51 PM IST)










