તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ડો.ડેનીશ સાવલીયાની નેફ્રોકેર કિડની હોસ્પિટલનો શુભારંભ
કિડનીના દર્દીઓને હવે એક છત હેઠળ મળશે નિષ્ણાંત તબીબી સારવાર નેફ્રોલોજી ઓપીડી, હિમોડાયાલીસીસ, રીનલ બાયોપ્સી, કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતના રોગોના નિષ્ણાંત તબીબ ડો.ડેનીશ સાવલીયાની આધુનિક હોસ્પિટલનો રવિવારથી પ્રારંભ

ડો.ડેનિશ સાવલિયા નેફ્રોકેર હોસ્પિટલ, મંગલમ ડોકટર હાઉસ, ચોથો માળ, બાલાજી હોલની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ. મો.૬૩૫૩૦ ૫૫૪૭૪ અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો.ડેનીશ સાવલીયા નજરે પડે છે.
રાજકોટ તા.૨૦: સોૈરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટ શહેર આજે મેડીકલ હબ બની રહયુ છે. રાજકોટમાં હવે નિષ્ણાંત તબીબો દ્વારા જટીલ રોગોની સારવાર ઘર આંગણે ઉપલબ્ધ છે. ત્યારે કીડનીના રોગના નિષ્ણાંત અને અનુભવી જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો.ડેનીશ સાવલીયાની કિડીનીની આધુનીક સારવાર સાથે નેફ્રોકેર કિડની હોસ્પિટલનો શુભારંભ તા.૨૨ના રવિવારે થઇ રહયો છે.
નેફ્રોકેર કિડની હોસ્પિટલમાં કિડનીના તમામ રોગોની સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ થશે. નેફ્રોલોજી ઓપીડીમાં કિડની ડિસીઝ કન્સલ્ટેશન, એકયુટ કિડની ઈન્જરી, ક્રોનિક કિડની ડિસીઝ, ડાયાબિટીક કિડની ડિસીઝ, હાઈપરટેન્શન મેનેજમેન્ટ, ઈલેક્ટ્રોલાઈટ ડિસઓર્ડરની સારવાર કરવામાં આવશે. હિમોડાયાલિસિસ સર્વિસમાં મેન્ટેનન્સ હિમોડાયાલિસિસ, ઈમરજન્સી ડાયાલિસિસ, ઈનપેશન્ટ ડાયાલિસિસ, હિપેટાઈટિસ બી/સી પેશન્ટ કેર એરેન્જમેન્ટ, ડાયાલિસિસ મોનિટરિંગ, વેસ્કયુલર એક્સેસ એસેસમેન્ટની સુવિધા રહેશે.
એડિશનલ કિડની કેરમાં ડાયાલિસિસ કેથેટર ઈન્સર્શન પ્રોસિજર, પર્મ કેથ ઈન્સર્શન પ્રોસિજર, રીનલ બાયોપ્સી પ્રોસિજર, કિડની ટ્રાન્સપ્લાન્ટ ઈવેલ્યુએશન, કિડની ડિસીઝ ઈવેલ્યુએશન, પ્રોટીન્યુરિયા ઈવેલ્યુએશન, કિડની રિલેટેડ એનિમિયા મેનેજમેન્ટ, રેનલ ડાયેટ કાઉન્સેલિંગ, ફ્લુઈડ અને ઈલેક્ટ્રોલાઈટ મેનેજમેન્ટ, પેશન્ટ એજ્યુકેશન જેવી સેવાઓ મળશે. સાથે જ ઈન્ડોર ફેસિલિટી પણ ઉપલબ્ધ રહેશે.
કિડનીના રોગોના નિદાન અને આધુનિક સારવાર માટે આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા સ્વપ્નો, નવી આશા, નવી અપેક્ષાઓ અને નવી ક્ષિતિજો સર કરવાની ઈચ્છા સાથે કિડનીના દર્દીઓ માટે નિષ્ણાત સારવાર આપતી નેફ્રોકેર કિડની હોસ્પિટલ - Expert Care for Kidney Health નો રાજકોટમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. તા. ૨૨ નવેમ્બર ૨૦૨૬, રવિવારના સવારે ૯:૩૦ વાગ્યાથી ઓપનિંગ સમારોહ યોજાશે. આ પ્રસંગે ડો. ડેનિશ ડી. સાવલિયા અને શ્રીમતી કિંજલ ડી. સાવલિયા, રિવા અને અવિરા સહ પરિવાર અને મિત્રો સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ આપે છે. આ શુભ પ્રસંગે શ્રી ધીરજલાલ પી. સાવલિયા અને શ્રીમતી જયશ્રીબેન ડી. સાવલિયાના આશીર્વાદ સાથે શુભારંભ થઇ રહયો છે. સાવલિયા ટ્રેડિંગ કંપની, જે.પી. એન્ડ કંપની, ન્યૂ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ડો. ડેનિશ સાવલિયા એમડી મેડિસિન, ડીએનબી નેફ્રોલોજી, કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે. તેમણે એમબીબીએસ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરથી વર્ષ ૨૦૦૩માં, એમડી મેડિસિન સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરથી વર્ષ ૨૦૧૧માં અને ડીએનબી નેફ્રોલોજી એપોલો હોસ્પિટલ્સ, હૈદરાબાદથી વર્ષ ૨૦૧૫માં પૂર્ણ કર્યું હતું.
તેઓએ એપોલો આઉટરીચ સેન્ટર, રાજકોટ ખાતે ૮ વર્ષ સુધી સેવા આપી છે. હજારો કિડનીના દર્દીઓની સારવાર, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન તેમણે આપ્યું છે. હવે આ અનુભવનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને ઘરઆંગણે મળશે
(12:10 PM IST)










